કોરોના રસી ન લેનાર વિરૂદ્ધ પાકિસ્તાનની પંજાબ સરકારે કડક નિર્ણય કર્યો છે. તેણે નિર્ણય કર્યો છે કે રસી નહીં લેનારનું મોબાઈલ ફોનનું સિમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. નિર્ણય પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર યાસમીન રાશિદની અધ્ક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો ઉદ્દેશ વધુમાં વધુ લોકો રસી લે તે છે.
ડોક્ટર રાશિદે કહ્યું, “રાજ્યમાં મોટાપાયે રસીકરણે કારણે કોરોનાન કેસ ઘણાં ઘટી ગયા છે. પરંતુ પ્રાથમિક સ્વાસ્થ્ય વિભાગોના સંકલિત રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, રાજ્ય હજુ પણ કોરોના રસીકરણના ટાર્ગેટથી ઘણું પાછળ ચાલી રહ્યું છે.” તેમણે કહ્યું કે, કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર અંદાજે 3 લાખથી 4 લાખ લોકો બીજો ડોઝ લેવા જ નથી આવ્યા. પાકિસ્તાનમાં મોટા પાયે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.
કોના સિમ અને કેવી રીતે બંધ થશે ?
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, એવા લોકો જેમણે કોરોના રસી નથી લીધી અને તેમણે રસી માટે રજિસ્ટ્રેશન પણ નથી કરાવ્યું, પ્રથમ તબક્કામાં તેમને ચેતવણી આપવામાં આવશે. તેમણે ઝડપથી કોરોના રસી માટે રજિસ્ટ્રેશન કરાવવાનું અને રસી માટે સ્લોટ બુક કરાવવાના રેહશે. બીજા તબક્કામાં ચેતવણીનું ઉલ્લંઘન કરવા પર તેના ઓળખ પત્ર સાથે જોડાયેલ સિમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. મોબાઈલનું સિમ કાર્ડ ફરીથી ત્યારે જ ચાલુ થશે જ્યારે તેણે કોરોના રસી લઈ લીધી હશે.
શું પંજાબમાં લોકો રસી નથી લઈ રહ્યા ?
હાલમાં પંજાબમાં 50 લાખથી વધારે લોકોએ કરોના રસી લઈ લીધી છે. આંકડા અનુસાર, બીજો ડોઝ ન લેનાર લોકોની સંખ્યા હજુ 10 લાખ આસપાસ થે. સરકારે શરૂઆતમાં 70 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસિકરણ અભિયાન ચલાવ્યું હતું. હાલમાં 18 વર્ષથી વધારે લોકો માટે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
કોરોના થશે વધુ ઘાતક, 29 દેશોમાંથી મળ્યો કૉવિડ-19નો નવો વેરિએન્ટ 'લેમ્બ્ડા': WHOએ કરી પુષ્ટી
Coronavirus Origin: વુહાન લેબ પર મોટો પુરાવો, પાંજરામાં કેદ રાખવામાં આવે છે જીવતા ચામાચિડીયા