ઓલ સિંઘ સર્રાફા જ્વેલર્સ એસોસિએશનનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો વધવાથી ઘરઆમગણે પણ ભાર વધી રહ્યા છે. અગામી થોડા દિવસમાં સ્થાનિક સ્તર પર સોનું 1 લાખ રૂપિયાની કિંમતને પણ પાર કરી શકે છે.
ASSJAના પ્રેસિડન્ટ હાજી હારૂન રશીદ ચંદ કહે છે કે, હવે પાકિસ્તાનમાં સોનું ખરીદવું સામાન્ય માણસ માટે અઘરૂ બની ગયું છે. કેમ કે, સામાન્ય માણસ માટે રોજ બરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવી જ મુશ્કેલ બની ગઈ છે. હાજી હારૂન રશીદ ચંદ અનુસાર, સ્થાનિક ગોલ્ડ માર્કેટ માટે સૌથી મોટુ ટેન્શન ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ એટલે કે, FBR તરફથી સોનાની જ્વેલરીના વેચાણ પર લગાવવામાં આવેલો 17.5 ટકા ટેક્સ છે. તેના કારણે દેશમાં માગમાં ઘટાડો જોવા મળ્યો છે.