નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સન્મેલનમાં પર્યાવરણને બચાવવામાં નિષ્ફળ રહેલા વિશ્વ નેતાઓને સલાહ આપનાર પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ એકવાર ફરી ચર્ચામાં છે. ગ્રેટાને ટાઈમ મેગેઝીન દ્વારા ‘પર્સન ઑફ ધ યર 2019’ તરીકે પસંદ કરવામાં આવી છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેના પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે જલવાયું કાર્યકર્તાએ પોતાના ગુસ્સા પર કાબુ રાખતા શીખવું જોઈએ.


ટ્રંપે ટ્વીટ કર્યું કે, ‘આ ખરાબ છે, ગ્રેટા, પોતાના ગુસ્સાને કાબુમાં રાખો અને પછી પોતાના મિત્રો સાથે કોઈ જૂની ફિલ્મ જોવા જોઓ. શાંત ગ્રેટા, શાંત.’ ટ્રપનું આ ટ્વિટ બુધવારે પર્સન ઑફ ધ યર 2019ની જાહેરાત બાદ આવ્યું છે.

ટાઇમ 'પર્સન ઓફ ધ યર' પસંદ થયેલી ગ્રેટા થનબર્ગ પોતાના પ્રભાવશાળી અને આક્રમક ભાષણોને લઇને ચર્ચામાં આવી હતી. તેને આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ એક્શન સમિટમાં પોતાના ભાષણથી આખી દુનિયાને જગાડી દીધી હતી. ત્યારે ગ્રેટા થનબર્ગ દુનિયાની સૌથી ચર્ચિત ચહેરો બની ગઇ હતી.

કોન છે ગ્રેટા થનબર્ગ?
ગ્રેટા થનબર્ગ સ્વિડનની 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ છે, ગયા વર્ષે સ્વિડનની સંસદની સામે તેને જલવાયુ પરિવર્તન વિરુદ્ધ એકલીએ વિરોધ કરીને ચર્ચામાં આવી હતી. જલવાયુ પરિવર્તનને લઇને હંમેશા તેનુ વલણ સ્ટ્રૉન્ગ રહ્યું છે.

સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રના જલવાયુ પરિવર્તન પર સંમેલન દરમિયાન તેને આપેલુ ભાષણ ખુબ જ આકર્ષિત અને ચર્ચિત રહ્યું હતું. તેને પોતાના ભાષણમાં દુનિયાના 60 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને જલવાયુ પરિવર્તન પર ઝાટકી નાંખ્યા હતા.