Filming Without Permission : હોટલની પરવાનગી વગર 28 લોકોએ છાનમાના એડલ્ટ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આમ ગુપ્ત રીતે એડલ્ટ ફિલ્મનું શૂટિંગ કરવા કરવા બદલ 28 લોકો સામે કાર્યવાહીની તલવાર લટકી રહી છે. હોટલનો રૂમ બુક કરાવ્યા બાદ આ લોકોએ ત્યાં ઘણા અશ્લીલ વીડિયો બનાવ્યા હતા. જ્યારે હોટલ સાથે જોડાયેલા લોકોને આ લોકોની હરકતો વિશે ખબર પડી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. 


આ ઘટના બ્રિટનની છે. બ્રિટનના ન્યૂકેસલમાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે. હોટલના માલિકે જણાવ્યું હતું કે, 28 લોકોએ પરવાનગી વિના શૂટિંગ શરૂ કર્યું હતું.


માનવામાં આવી રહ્યું છે કે, 28 લોકોના જૂથે પહેલા આ હોટલ પાસે 10 લાખ રૂપિયામાં હવેલી બુક કરાવી હતી. પરંતુ હવેલીના માલિકે તેમની હરકતો જોઈને તેમનો પીછો કર્યો હતો. હવેલીમાંથી બહાર કાઢ્યા બાદ આ પુખ્ત સ્ટાર્સે નવા ઘરની શોધ આદરી હતી. પરંતુ તે તમામ હિમવર્ષામાં ફસાઈ ગયા હતા. ત્યાર બાદ આ લોકોએ ટ્રાવેલ લોજ દ્વારા ન્યૂકેસલમાં એક રાત માટે એક હોટેલ બુક કરાવી હતી.


અહીં પહોંચ્યા બાદ તેઓ લોકોના ફોટો ક્લિક થવા લાગ્યા. એક ફોટોમાં સાત મહિલાઓ એક જ બેડ પર જોવા મળી રહી છે. જોકે, બાદમાં આ ગ્રૂપમાં સામેલ થયેલી અભિનેત્રી લેસી અમોરે કહ્યું હતું કે, અમે અમારી નોકરી કરી રહ્યા છીએ.


જ્યારે ટ્રાવેલોજ આ મામલે લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. ટ્રાવેલોજે કહ્યું હતું કે, જો આ એડલ્ટ સ્ટાર્સે નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


આ મામલો ચર્ચામાં આવ્યા બાદ ટ્રાવેલોજના પ્રવક્તાએ કહ્યું હતું કે, એવી માહિતી મળી છે કે અમારી એક હોટલમાં પરવાનગી વિના વીડિયો બનાવવામાં આવ્યો છે. આ ગ્રૂપે એ પણ માહિતી આપી ન હતી કે આ લોકો એડલ્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.


પ્રવક્તાએ કહ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો આ મામલામાં સત્યતા સામે આવશે તો આ લોકો ક્યારેય તેમની હોટેલ ચેઈન બુક કરી શકશે નહીં.


સુરતઃ પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ યુવતી ને બીજા દિવસે સવારે પ્રેમીએ ઉઠીને .....


શહેરના પીપલોદ સ્થિત ઓયો હોટલના રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થઈ ગયું છે. જોકે, યુવતીનું કેવી રીતે મોત થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી બહાર આવી શકે છે. આ અંગેની વિગતો એવી છે કે, કતારગામની ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી(ઉં.વ.22)ને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગ સંકળાયેલી યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારને પણ જાણ હતી. ત્યારે નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદની ઓયો હોટલમાં ગયા હતા. અહીં હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં સૂતા પછી તન્વી ન ઉઠતા પ્રેમી પંકજ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, અહીં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના અચાનક મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. પ્રેમી પંકજ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે.