બ્લેક સીના હવાઈ ક્ષેત્રમાં રશિયન જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચે અથડામણ અને અમેરિકન ડ્રોન ક્રેશ થવાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. યુક્રેન યુદ્ધ પછી પહેલીવાર અમેરિકા અને રશિયા વચ્ચે આ હદે સીધો મુકાબલો જામ્યો છે. હવે આ સમગ્ર મામલે રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાએ અમેરિકાને ગંભીર ચેતવણી પણ આપી છે.
અમેરિકામાં રશિયાના રાજદૂત એનાટોલી એન્ટોનોવએ કહ્યું હતું કે, મોસ્કો આ ઘટનાને ઉશ્કેરણીનાં કૃત્ય તરીકે જુએ છે. તે ઉશ્કેરણીજનક કૃત્ય હતું. એન્ટોનોવે કહ્યું હતું કે, રશિયાની સરહદની આસપાસ અમેરિકન ડ્રોન, વિમાનો અને જહાજોનું કોઈ કામ નથી. જો ન્યૂયોર્ક કે સાન ફ્રાન્સિસ્કો નજીક આવા ડ્રોન જોવા મળશે ત્યારે અમેરિકી વિદેશ વિભાગ કે ત્યાંના મીડિયાની આ મામલે પ્રતિક્રિયા શું હશે?
એન્ટોનોવ આ સંદર્ભે યુરોપિયન અને યુરેશિયન બાબતોના સહાયક મંત્રી કેરેન ડોનફ્રાઈડને પણ મળ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. એન્ટોનોવે કહ્યું હતું કે, કારેન સાથેની તેમની મુલાકાત લાભદાયી નિવડી હતી. આ દરમિયાન બંને દેશોએ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, અમેરિકા અને રશિયાએ તેમના આગામી પગલાને લઈને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, અમે કેરનને એ પણ કહ્યું છે કે, રશિયા અમેરિકા સાથે સંઘર્ષ નથી ઈચ્છતું પરંતુ સારા સંબંધો ઈચ્છે છે.
રશિયાની અમેરિકાને ચેતવણી
રશિયાએ અમેરિકાને મોસ્કોની સરહદની આસપાસ કોઈપણ પ્રકારની પ્રતિકૂળ ગતિવિધિઓથી અંતર રાખવા ચેતવણી આપી છે. એન્ટોનોવે કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે, અમેરિકા કોઈપણ પ્રકારના પૂર્વગ્રહોથી અંતર રાખશે અને તેના કોઈપણ વિમાન, ડ્રોન અથવા જહાજને રશિયન સરહદોથી દૂર જ રાખશે. અમે અમેરિકન શસ્ત્રો અને લશ્કરી સાધનોનો ઉપયોગ સાથે કોઈ પણ પ્રકારની ગતિવિધિને રશિયાની વિરૂદ્ધ ગણીશું.
તેમણે કહ્યું હતું કે, રશિયન ફાઈટર પ્લેન્સે અમેરિકાના કોઈ ડ્રોનને તોડી પાડ્યું નથી. એન્ટોનોવે કહ્યું હતું કે, અમારી સરહદોની આસપાસ કોઈપણ પ્રકારની અમેરિકી સૈન્ય પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી અને તે અમારા માટે ચિંતાનું કારણ બનશે. રશિયા અમેરિકા સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઈચ્છતું નથી. પરંતુ આ ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ અમેરિકાના ડ્રોનને બ્લેક સીમાં ડુબાડી દીધું હતું. US MQ-9 રીપર ડ્રોન (MQ-9 Reaper) રશિયાના Sukhoi-SU 27 દ્વારા કાળા સમુદ્રમાં છોડવામાં આવે છે તેનો ઉપયોગ સર્વેલન્સ (જાસૂસી) માટે થાય છે. તેને યુએસ ડિફેન્સ કંપની જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. તે માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) છે, જેને પ્રિડેટર બી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મોટે ભાગે લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે વપરાય છે. યુએસ એરફોર્સ MQ-9 રીપર ડ્રોનનો ઉપયોગ કરે છે.
શું હતો અમેરિકાનો દાવો?
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ અમેરિકાના વરિષ્ઠ સૈન્ય અધિકારી જનરલ જેમ્સ બી. હેકરે આ ઘટના બાદ કહ્યું હતું કે, અમારું MQ-9 ડ્રોન આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં નિયમિતપણે ઉડાન ભરી રહ્યું હતું. રશિયન એરક્રાફ્ટે તેને અટકાવ્યું અને તેને ટક્કર મારી. આ અથડામણમાં MQ-9ને ઘણું નુકસાન થયું હતું અને તેને પાણીમાં ડૂબી જવું પડ્યું હતું. હેકરે એવો પણ દાવો કર્યો હતો કે, આ દરમિયાન રશિયાના બંને Su-27 એરક્રાફ્ટને પણ નુકસાન થયું હતું.
રશિયાની બાજુ
પેન્ટાગોનના પ્રવક્તા અને વાયુસેનાના બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાયડરે કહ્યું હતું કે, બંને રશિયન Su-27s પ્રથમ વખત MQ-9 પાસે ડ્રોન દરિયામાં પ્રવેશ્યાની 40 મિનિટ પહેલા જોવા મળ્યા હતા. જોકે, રશિયાએ રાયડરના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. રશિયાના રક્ષા મંત્રાલયે પોતાના દાવામાં કહ્યું છે કે, અમેરિકી ડ્રોન ઊંચાઈથી સમુદ્રમાં પડતા પહેલા અનિયંત્રિત ઉડતું જોવા મળ્યું હતું.
Russia-US : ન્યૂયોર્ક પાસે ડ્રોન ઉડશે તો કેવું લાગશે? ટોણા સાથે રશિયાની અમેરિકાને ચેતવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2023 09:38 PM (IST)
અમેરિકામાં રશિયાના રાજદૂત એનાટોલી એન્ટોનોવએ કહ્યું હતું કે, મોસ્કો આ ઘટનાને ઉશ્કેરણીનાં કૃત્ય તરીકે જુએ છે
કાળો સમુદ્ર
NEXT
PREV
Published at:
15 Mar 2023 09:38 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -