યુનાઇટેડ કિંગડમમાં એક યુવતીના નિવેદનથી હોબાળો મચી ગયો છે. લોરા એમહર્સ્ટના આ વિચિત્ર એલાનથી શોર મચી ગયો છે. લોરા એમહર્સ્ટે કહ્યું છે કે, તે યુનાઇટેડ કિંગડમની પહેલી ટોપલેસ પ્રધાનમંત્રી(First Topless Prime Minister)  બનશે, જાણો કોણ છે આ લોરા અને તેમને આવું નિવેદન કેમ આપ્યું.


યુનાઇટેડ કિંગડમની 31 વર્ષની ક્લાઇમેટ એક્ટિવિસ્ટ લોરા અમહર્સ્ટે મોટું નિવેદન આપ્યું છે. લોરાએ કહ્યું કે,તે યુનાઇટેડ કિંગડમની પહેલી ટોપલેસ પ્રધાનમંત્રી બનશે. આપને જણાવી દઇએ કે, લોરો પર્યાવરણને બચાવવા માટે કામ કરે છે. તે બહુ લાંબા સમયથી ટોપલેસ રહીને ક્લાઇમેટ ચેન્જ માટે લોકોને જાગૃત કરી રહી છે. તે સમય-સમય પર ટોપલેસ રહીને આ રીતે પ્રદર્શન કરતી રહે છે.


વડાપ્રધાન બોરિસ જોનસન કરતા વધુ જાણું છું પોલિટિક્સ


ડેઇલી સ્ટારમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ લોરાએ કહ્યું કે, યુનાઇટેડ કિંગડમમાં પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની છે.લોરાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે. તે યૂકેના વડાપ્રધાનમંત્રી બોરિસ જોનસનથી સારી રીતે સરકાર ચલાવી શકે તેમ છે. તેમણે કહ્યું કે,  હું રાજકારણ વિજ્ઞાનની વિદ્યાર્થિની છું,, તેમણે આ સંબંધમાં પીએમ બોરિસથી વઘુ જાણકારી છે.


પ્રધાનમંત્રી બન્યાં બાદ રહીશ ટોપલેશ: લોરા એમહર્સ્ટ


લોરા એમહર્સ્ટે તેમના નિવેદનમાં કહ્યું છે કે, તે આ વર્ષે ગ્રેજ્યુએટ થઇ જશે. ત્યારબાદ પોલિટિક્સ જોઇન કરશે. લોરાએ તેમના ભવિષ્યની યોજના અંગે કહ્યું કે, તે યુનાઇટેડ કિંગડમની પ્રાઇમ મિનિસ્ટર બનવાનું પસંદ કરશે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી બનીને પણ હું ટોપલેસ રહીશ. હું અન્ય લોકોથી અલગ દેખાવવા માંગું છું.તેમણે કહ્યું કે રાજકારણમાં મોટું પરિવર્તન ઇચ્છું છું અને હું એ કરીને જ રહીશ.


આ પણ વાંચો


સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટબરની આ તારીખે પ્રવાસીઓ માટે રહેશે બંધ, ઓનલાઇન ટિકિટ બંધ કરાઇ


Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી આ બે મોટા શહેરમાં જ 63 ટકાથી વધુ કેસ


T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ