લાહોરઃ કોરના વાયરસે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવી રાખ્યો છે. દરેક દેશ તેમના નાગરિકોને તેનાથી બચાવી રાખવા શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ હાલત ખરાબ છે. અત્યાર સુધીમાં 200 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને વિશ્વના ધનિક અને વિકસિત દેશો પાસે મદદ માંગી છે.

ઈમરાન ખાને કહ્યું કે, કોરોના વયરસ સામેની લડાઈ લડી શકીએ તે માટે મોટા દેશોને પાકિસ્તાનને લોન અને આર્થિક મદદ કરવી જોઈએ. પાકિસ્તાનમાં આજે કોરોના વાયરસથી મોતનો પ્રથમ કેસ નોંધાયો છે.

ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, કોરોનાના કારણે ગરીબ દેશોના અર્થતંત્ર પર અસર પડશે. પાકિસ્તાનમાં સ્થિતિ બગડશે તો મેડિકલ વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ થઈ જશે. આ સ્થિતિમાં વિશ્વના ધનિક દેશોએ અમારી મદદ કરવી જોઈએ.


ઈમરાન ખાને તેની વાત સમજાવવા ઈરાનનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ઈરાન પર અનેક પ્રતિબંધો છે અને આ કારણે ત્યાં મોતની સંખ્યા વધી રહી છે. એક તરફ પાકિસ્તાન વિશ્વના ધનિક દેશો પાસે મદદ માંગી રહ્યું છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સ બોલાવી હતી તેમાં ઈમરાન ખાન આવ્યો હતો. જેમાં તેણે પોતાના એક મંત્રીને મોકલ્યો અને કોરોના જેવા સંવેદનશીલ વિષયના બદે કાશ્મીર રાગ આલાપ્યો હતો.

Yes Bank ના શેરમાં લાલચોળ તેજી, ત્રણ દિવસમાં ભાવમાં આવ્યો 100% ઉછાળો

Coronavirus Alert: રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા લેવામાં આવ્યો મોટો નિર્ણય, પ્લેટફોર્મની ટિકિટના દરમાં ઝીંકાયો તોતિંગ વધારો