ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડાના એક ચર્ચમાં કોરોનાની ચમત્કારિક સારવારનો દાવો કરનારા પાદરી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કોરોનાની ચમત્કારિક દવા તરીકે બ્લીચ વેચતા હતા. માર્ક ગ્રેનન અને જોસેફ ગ્રેનના નામના આરોપીની ફ્લોરિડા પોલીસે ધરપકડ કરી છે. ફ્લોરિડાના અધિકારીના કહેવા મુજબ, આ ઉત્પાદનને કોઈ બીમારીની સારવાર માટે પરમિશન નહોતી આપવામાં આવી. તે જીવલેણ સાબિત થઈ શકે છે.

ધ ગાર્ડિયનના રિપોર્ટ્ મુજબ, કોરોનાની ચમત્કારી દવાએ સાત અમેરિકનના જીવ લીધા છે. બ્લીચમાં ક્લોરિન ડાઈઓક્સાઇડ મેળવેલું હતુ. જેનો ઉપયોગ કપડા બનાવવા માટે કરવામાં આવે છે. આરોપી આ બ્લીચને કોરોનાની સારવારની ચમત્કારી દવા બતાવીને વેચતો હતો. તેઓ કોરોના ઉપરાંત કેન્સર, એઈડ્સ જેવી બીમારીની સારવારનો પણ દાવો કરતા હતા.

યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ગ્રેનન અને તેના પુત્રને બ્લીચના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. એફડીએ એક નોટિસ બહાર પાડીને અમેરિકન નાગરિકોને આ પ્રકારની કોઈ પ્રોડક્ટ નહીં ખરીદવાની ચેતવણી આપી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, જો તમે સોડિયમ ક્લોરાઇટ કે અન્ય કોઈ ચમત્કારી ઉત્પાદનનું સેવન કરતા હો તો તાત્કાલિક બંધ કરી દો.



કોરોના સંક્રમણ  પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ગુરુવારે વધીને 53 લાખ 60 હજાર પહોંચી ગઈ છે. 1 લાખ 69 લોકોના મોત થયા છે. અમેરિકામાં 28 લાખ લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે અને 23 લાખ 78 હજાર એક્ટિવ કેસ છે.

રાજકોટમાં કઈ જગ્યાએ આખી રાત પડ્યો ધોધમાર વરસાદ, જાણો વિગતે

ભરૂચમાં 25 વર્ષની મૂળ સૌરાષ્ટ્રની કોન્સ્ટેબલ યુવતીએ પોલીસ લાઈનમાં જ કરી લીધો આપઘાત, જાણો વિગત

H-1B વીઝા ધારકો માટે ખુશખબર, અમેરિકાએ શરતો સાથે પાછા ફરવાની આપી મંજૂરી, જાણો વિગતે