Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ અંગે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલાની સખત નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ હવે યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ. આ પ્રસ્તાવના સમર્થનમાં 141 વોટ પડ્યા હતા, જ્યારે 35 દેશોએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. જ્યારે પાંચ દેશોએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.






સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધનો ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ વોટિંગ દરમિયાન 141 દેશોએ રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું, જ્યારે 5 દેશોએ રશિયાનું સમર્થન કર્યું. આ વોટિંગમાં 35 દેશો ગેરહાજર રહ્યા હતા. ભારતે પણ મતદાનમાં ભાગ લીધો ન હતો. યુરોપના આર્થિક રીતે સમૃદ્ધ દેશોથી લઈને પેસિફિકના નાના ટાપુના દેશ સુધીના ઘણા દેશોએ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઈમરજન્સી સત્રમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેટલાક સમર્થકો પણ હતા.


સુરક્ષા પરિષદના ઠરાવોથી વિપરીત જનરલ એસેમ્બલીનો ઠરાવ કાયદેસર રીતે બંધનકર્તા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય વલણને પ્રતિબિંબિત કરે છે. મંગળવારની રાત સુધીમાં દરખાસ્તમાં 94 સહ-પ્રાયોજકો હતા. આમાં અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા ઘણા દેશોનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્રના રાજદ્વારીઓ માટે આશ્ચર્યજનક છે.


રશિયન અને યુક્રેન વચ્ચેના યુદ્ધના સાતમા દિવસે રશિયે યુક્રેનના શહેરો પર હુમલાઓમાં વધાર્યો કર્યો છે. રશિયન ટેન્ક અને અન્ય વાહનોનો લાંબો કાફલો રાજધાની કિવ તરફ કૂચ કરી રહ્યો છે. દેશની રાજધાની કિવમાં લગભગ 30 લાખ લોકો રહે છે. પશ્ચિમી દેશોને ડર છે કે તે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુક્રેનિયન સરકારને ઉથલાવીને રશિયા તરફી સત્તા સ્થાપિત કરવાનો પ્રયાસ છે.