કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી સ્થિતિ ચિંતાનજક થઇ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીઓને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતીય એરફોર્સનું c-130J વિમાન 85 ભારતીયોને લઇને વતન આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર ઇંધણ માટે વિમાન તાજિકિસ્તાન માટે ઉતર્યું હતું. આ વિમાન કાબૂલથી દિલ્હી આવી રહ્યું છે. આ અગાઉ મંગળવારે લગભગ 140 લોકો પાછા ફર્યા હતા. જેમાં ભારતીય નાગરિક, પત્રકાર, રાજનયિક, એમ્બેસીનો અન્ય સ્ટાફ અને ભારતીય સુરક્ષાકર્મી સામેલ હતા.



નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં પેદા થયેલી સ્થિતિ બાદ ભારત તરફથી પોતાના લોકોને બહાર કાઢવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. દુતાવાસમાં કામ કરનારા અધિકારીઓને ભારત પરત લાવી દેવામાં આવ્યા છે પરંતુ હવે મોટી સંખ્યામાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે અને એક સ્પેશ્યલ અફઘાનિસ્તાન સેલ તૈયાર કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટની સાંજે વિદેશ મંત્રાલયે સ્પેશ્યલ અફઘાનિસ્તાન સેલની  રચના કરવામાં આવી છે.


આ ટીમમાં લગભગ 20 યુવા છે જે 24 કલાક આ મિશનમાં લાગ્યા છે. અફઘાનિસ્તાનથી આવી રહેલી રિકવેસ્ટને મોનિટર કરવી, જેના સાથે સંબંધિત વયવસ્થા કરવી આ ટીમનું મુખ્ય કામ છે. આ દરમિયાન વોટ્સએપને લઇને ઇમેઇલ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઇ હશમત ગની અહમજઇએ કથિત રીતે તાલિબાન સાથે જોડાઇ ગયા છે. નોંધનીય છે કે તેમણે તાલિબાનને સમર્થન આપવાનો નિર્ણય અલ્હાઝ અલીલ-ઉર રહમાન હક્કાની સાથે થયેલી બેઠક બાદ લીધો હતો. ગ્રાન્ડ કાઉન્સિલ ઓફ કુચિસના પ્રમુખ હશમત ગનીએ પોતાના સમર્થનની જાહેરાત તાલિબાન નેતા ખલીલ-ઉર રહમાન અને ધાર્મિક સ્કોલર મુફ્તી મહમૂદ ઝાકિરની હાજરીમાં કરી હતી. નોંધનીય છે કે અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. તાજેતરમાં જ  યુએઇ તરફથી આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. યુએઇએ કહ્યું કે, માનવતાના આધાર પર અશરફ ગનીને શરણ આપવામાં આવી છે.