આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું કારણ
આ દિવસ ઉજવવા પાછળ વિવિધ ક્ષેત્રોમાં સક્રિય મહિલાઓ પ્રત્યે સન્માન પ્રકટ કરવાનો દિન છે. આ દિવસે પ્રસંશનિય કાર્ય કરનારી મહિલાઓને સન્માન કરવામાં આવે છે અને તેના યોગદાનની ચર્ચા પણ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની જોર-શોરથી ઉજવણી કરે છે. સમગ્ર દુનિયામાં એક પર્વ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ન્યૂયોર્કમાં સૌથી પહેલા ઉજવવામાં આવ્યો મહિલા દિવસ
ન્યૂયોર્ક વિશ્વનો પ્રથમ એવો દેશ છે જ્યાં મહિલા દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1909માં ન્યૂયોર્ક શહેરમાં એક સમાજવાદી રાજકીય આયોજન તરીકે ઉજવવામાં આવ્યો. તેના બાદ 1917માં સોવિયત સંઘે આ દિવસે એક રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવામાં આવી. તેના બાદ આ દિવસ ઉજવવાની પરંપરા વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ.
અમેરિકામાં સોશ્યલિસ્ટ પાર્ટીના આહવાન પર આ દિવસ પહેલા 28 ફેબ્રુઆરી, 1909ના રોજ ઉજવવામાં આવ્યો. બાદમાં 1910માં સોશ્યલિસ્ટ ઈન્ટરનેશનલના કોપેનહેગન સન્મેલનમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો હતો. જેનું ઉદ્દેશ્ય તે સમયે મહિલાઓને વોટ આપવાનો અધિકાર અપાવવાનો હતો, કારણ કે તે સમયે મોટાભાગના દેશોમાં મહિલાઓને મતદાન કરવાનો અધિકાર નહોતો.
જ્યારે રશિયાની મહિલાઓએ હડતાલ કરી
સન 1917માં રશિયાની મહિલાઓએ રોટી અને કપડા માટે હડતાળ શરૂ કરી હતી. આ એક ઐતિહાસિક હડતાળ હતી, જ્યારે સમ્રાટ નિકોલસે સત્તા છોડી ત્યારે ત્યાંની વચગાળાની સરકારે મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો હતો.
8 માર્ચે કેમ ઉજવવામાં આવે છે ?
જે સમયે રશિયાની મહિલાઓનો વોટ આપવાનો અધિકાર મળ્યો ત્યારે રશિયામાં જુલિયન કેલેન્ડરનું ચલણ હતું અને અન્ય દેશોમાં ગ્રેગેરિયન કેલેન્ડર. આ બન્ને તારીખોમાં અંતર છે. જુલિયન કેલેન્ડર પ્રમાણે 1971ની ફેબ્રુઆરીનો છેલ્લા રવિવારે 23 તારીખ હતી. જ્યારે ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર તે દિવસે 8 માર્ચ હતી. તેના બાદથી 8 માર્ચના દિવસે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.