ઈરાન સરકારે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહ્યું હતું કે, અમે અમેરિકના સૈન્ય એરબેઝ પર 22 મિસાઈલો છોડી છે. આ હુમલામાં 80 લોકો માર્યાં ગયા છે. આ હુમલા બાદ ઈરાને એ પણ કહ્યું હતું કે, અમેરિકા જો કાર્યવાહી કરશે તો પછી સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ જોવા મળશે. ઈરાકમાં અમેરિકી સૈન્ય એરબેઝ પર હુમલા બાદ ઈરાને દાવો કર્યો છે કે, આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યાં ગયા છે. જોકે અમેરિકા તરફ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.


અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવને જોતાં ભારતીય વિદેશ મંત્રાયલે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, જો જરૂરી ન હોય તો ઈરાક જવાનું ટાળો. આ સિવાય રવીશ કુમારે કહ્યું હતું કે, ત્યાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ છે કે તેઓ સતર્ક રહે.

ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર ઈરાન દ્વારા મિસાઈલોથી હુમલા કર્યો હોવાનો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજુ સુધી કોઈપણ નુકસાનના સમાચાર મળ્યાં નથી.

અમેરિકન રક્ષા અધિકારીના મતે લગભગ સવારે સાડા પાંચ વાગ્યે અમેરિકન અને ગઠબંધન સેનાના ઠેકાણા પર 1 ડઝન મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકન સેના બેઝ પર બુધવારે વહેલી સવારે મિસાઈલ હુમલા બાદ પેંટાગને નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે, તેઓ હુમલામાં થયેલા નુકસાનની આકરણી કરી રહ્યા છે.

US મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીએ હુમલાની પુષ્ટિ કરી જ્યાં અમેરિકન સેનાનો બેઝ કેમ્પ છે. આ પહેલાં પણ ઈરાને અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી.

ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણાંને નિશાન બનાવાની ધમકી આપી હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ પણ 52ના બદલે 290ની વાત કહી હતી. રૂહાનીએ કહ્યું હતું કે, જે લોકો 52ની વાત કહી રહ્યા છે તેમણે 290 પણ યાદ રાખવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણા પર નિશાન તાકવાની વાત કહી હતી તેના બદલામાં રૂહાનીએ તેમને જુલાઇ 1988ની ઘટના યાદ અપાવી જ્યારે યુએસ વોરશિપે ઈરાની પેસેન્જર વિમાન પર હુમલો કર્યો હતો જેમાં 290 લોકોનાં મોત થયા હતા.

મહત્વની વાત છે કે, ઈરાનકની સીમમાં અનેક લડાકૂ વિમાન તૈના જોવા મળ્યાં હતાં. હવાઈ હુમલો કરીને ઈરાને અમેરિકાની મોટી ધમકી આપી હતી. આ ઉપરાંત ઈરાને કહ્યું હતું કે, જો અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી તો સારું નહીં થાય અને અમેરિકાએ ભારે નુકશાન ભોગવવું પડશે.