Israel Palestine War: છેલ્લા બે દિવસથી ચાલી રહેલી યુદ્ધમાં ઇઝરાયેલી સેનાએ વળતો હુમલો કરવાનું શરૂ કરી દીધો છે. હમાસના હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા 5000થી વધુ રૉકેટ હુમલામાં કેટલા ઇઝરાયેલી નાગિરકો માર્યા ગયા હતા. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1100 લોકોના બંને પક્ષોથી મોતને ભેટી ચૂક્યા છે, જેમાં 700 ઈઝરાયેલી નાગરિકો માર્યા ગયા છે જ્યારે હમાસના કબજા હેઠળની ગાઝા પટ્ટીમાં 400 લોકોના મોત થયા છે. બંને તરફથી ચાલી રહેલા યુદ્ધની અસરમાં કેટલાય વિદેશી નાગરિકો પણ આવી ગયા છે.
એસૉસિએટેડ પ્રેસે એક અમેરિકન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ઇઝરાયેલ વિરુદ્ધ હુમલામાં ઓછામાં ઓછા ચાર અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા. અગાઉ રવિવારે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું હતું કે યુએસ એવા અહેવાલોની પુષ્ટિ કરવા માટે કામ કરી રહ્યું છે કે 'કેટલાય' અમેરિકનો માર્યા ગયા છે અથવા ગુમ થયા છે.
100થી વધુ ઇઝરાયેલીને બનાવવામાં આવ્યા બંધક
હમાસ આતંકવાદી જૂથના પ્રવક્તાએ રવિવારે દાવો કર્યો હતો કે, હમાસ હુમલાખોરોએ ગાઝામાં 100 થી વધુ ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા છે, જેમાં ઉચ્ચ કક્ષાના લશ્કરી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલના વ્યૂહાત્મક બાબતોના મંત્રી રૉન ડર્મરે કહ્યું કે હમાસ દ્વારા જેલમાં બંધ કરાયેલા લોકોમાં અમેરિકન નાગરિકો પણ સામેલ છે. જોકે, રૉન ડર્મરે એ જણાવ્યું ન હતું કે પકડાયેલા અમેરિકનોમાંથી કોણ માર્યા ગયા હતા.
મંત્રી રૉન ડર્મરે કહ્યું, "દુર્ભાગ્યે હું (મૃતકોની ઓળખનો સંદર્ભ આપી શકતો નથી). ઇઝરાયેલમાં ઘણાબધા નાગરિકો છે જેઓ બેવડી નાગરિકતા ધરાવે છે. અમે આ ભયંકર આશ્ચર્યજનક હુમલા પછી પણ આ બધી માહિતીને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." અમે મૃત્યુ પામેલા લોકોની માહિતી મેળવવા અને તેમના પરિવારજનોને જાણ કરવાનો પ્રયાસ કરીશું.
ઇઝરાયેલની મદદ કરશે અમેરિકા -
વૉશિંગ્ટન પૉસ્ટ અનુસાર, અમેરિકા ઇઝરાયલને હમાસ વિરુદ્ધ તાજેતરમાં જાહેર કરેલા યુદ્ધમાં મદદ કરવા માટે શસ્ત્રો અને આવશ્યક સામાન પ્રદાન કરશે. આ માટે અમેરિકા પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ મોકલશે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ઇઝરાયેલ સરકાર આગામી 24 થી 48 કલાકમાં ગાઝા પટ્ટી વિસ્તારમાં ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જમીન પર ઘૂસણખોરી શરૂ કરી શકે છે. ઈઝરાયેલ ગાઝા પર હુમલો કરી રહ્યું છે અને 7 ઓક્ટોબરના ઓચિંતા હુમલાનો હમાસ હુમલાખોરોઓ પાસેથી બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે.