Israel-Hamas War Live Update: ગાઝા પટ્ટી પર ઇઝરાયલની કાર્યવાહી, હમાસના 1700 ઠેકાણાઓને કર્યા નષ્ટ

Israel-Hamas War Live Update: હમાસે સેંકડો ઇઝરાયેલ નાગરિકોનું અપહરણ કર્યું છે અને ઘણા લોકોની હત્યા પણ કરી છે

gujarati.abplive.com Last Updated: 10 Oct 2023 12:02 PM
ઈઝરાયેલની સેનાએ તસવીરો જાહેર કરી

હમાસ વિરુદ્ધ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના ફોટા ઈઝરાયેલની સેનાએ ટ્વિટર પર શેર કર્યા છે. તસવીરો શેર કરતી વખતે તેમણે લખ્યું કે અમે આ વિનાશક સમયમાં તેમના પરિવાર સાથે ઊભા છીએ અને સાથે મળીને તેમની યાદોને આગળ વધારીશું.






ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ અનુસાર, ઇઝરાયેલની સૈન્ય 100 થી વધુ પરિવારોને જાણ કરવા અધિકારીઓને મોકલવાની યોજના બનાવી છે જેમના પરિવારજનોને ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. અખબારે પોતાના અહેવાલમાં ઈઝરાયેલની સેનાના રેડિયોને ટાંકીને લખ્યું હતું.


 

ઇઝરાયેલમાં હમાસના હુમલાખોરોના લગભગ 1,500 મૃતદેહો મળ્યા

ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે ઇઝરાયેલ અને ગાઝા પટ્ટીની આસપાસ હમાસના હુમલાખોરોના લગભગ 1,500 મૃતદેહો મળ્યા છે. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિચર્ડ હેચટે પત્રકારોને જણાવ્યું હતું કે સુરક્ષા દળોથી ઘેરાયેલા ગાઝા પટ્ટી પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.

અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી

અમેરિકાએ ઈરાનને ઈઝરાયેલના યુદ્ધમાં સામેલ ન થવા ચેતવણી આપી હતી. અમેરિકાના ટોચના જનરલે ઈરાનને ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં સામેલ ન થવાની ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ ઈચ્છતા નથી કે સંઘર્ષ વધુ વધે. જ્યારે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલચાર્લ્સ ક્યૂ બ્રાઉનને પૂછવામાં આવ્યું કે ઈરાન માટે તેમનો શું સંદેશ છે, તો તેમણે કહ્યું કે તેમાં સામેલ ન થવું.

ગાઝા પટ્ટીમાં 24 કલાકમાં મોટા પાયે વિસ્થાપન વધી રહ્યું છે

સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી રાહત એજન્સીનું કહેવું છે કે છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં મોટા પાયે વિસ્થાપનમાં વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે 187,518 થી વધુ પેલેસ્ટિનિયનો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી બોમ્બમારો ચાલુ હોવાથી આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, લગભગ 137,427 વિસ્થાપિત લોકોએ 83 શાળાઓમાં આશ્રય લીધો છે. અન્ય 41,000 જેમના ઘરો નાશ પામ્યા છે અથવા નુકસાન થયું છે.

ઇઝરાયેલમાં 900 થી વધુ લોકોના મોત થયા

ઇઝરાયેલની મેડિકલ સર્વિસ અનુસાર, શનિવારે દક્ષિણ ઇઝરાયેલ પર હમાસનો હુમલો શરૂ થયો ત્યારથી ઇઝરાયેલમાં 900 થી વધુ લોકોના મોત થયા છે. આમાં હમાસ આતંકીઓ અને ઇઝરાયેલી દળો વચ્ચે બંધક બનાવ્યા બાદ બીરીમાં મળી આવેલા 100 થી વધુ મૃતદેહોનો સમાવેશ થાય છે.

બ્રેકગ્રાઉન્ડ

Israel-Hamas War Live Update: મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. હમાસના ઉગ્રવાદીઓએ શનિવારે (7 ઓક્ટોબર 2023) વહેલી સવારે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો.  સૌપ્રથમ તેઓએ ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા અને પછી તેઓ જમીનથી સતત હુમલા કરીને ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા.


હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગાઝા અને પશ્ચિમ કાંઠે કુલ 704 લોકોના મોત થયા છે અને 2,616 લોકો ઘાયલ થયા છે. જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે અને 3800 લોકો ઘાયલ થયા છે. આ સમયગાળા દરમિયાન હમાસે સેંકડો ઇઝરાયેલ નાગરિકોનું અપહરણ કર્યું છે અને ઘણા લોકોની હત્યા પણ કરી છે.


હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ પણ ઈઝરાયેલને યુદ્ધમાં સાથ આપ્યો હતો. યુએઈ એકમાત્ર ઇસ્લામિક દેશ છે જેણે ઇઝરાયેલને યુદ્ધમાં સમર્થન આપ્યું છે. આ સિવાય અમેરિકા, યુકે, ફ્રાન્સ અને ભારત જેવા દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે.


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક સંબોધનમાં હમાસને કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઈઝરાયેલે આ યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ અમે તેને ખતમ કરીશું. તેમણે હમાસની સરખામણી ISIS સાથે પણ કરી હતી. તેમણે કહ્યું કે ઈઝરાયેલ યુદ્ધમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. તેની શરૂઆત અત્યંત ક્રૂર રીતે કરવામાં આવી હતી. જો કે ઇઝરાયેલે આ યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ ઇઝરાયેલ તેનો અંત કરશે.


ઈઝરાયેલી સેનાએ ગઈ કાલે પણ માહિતી આપી હતી કે તેઓ ગાઝા પટ્ટીની સરહદ નજીક પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી રહ્યાં છીએ. આ દરમિયાન ઈઝરાયેલી સેનાએ હમાસના 500થી વધુ સ્થળોએ પણ હુમલો કર્યો હતો. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટે સોમવારે ગાઝા પટ્ટીને "સંપૂર્ણ ઘેરાબંધી" કરવાનો આદેશ આપ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.