Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન 10 જૂનના રોજ યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી યુદ્ધવિરામ યોજનાને સમર્થન આપ્યું અને તેના પ્રથમ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને 14-0થી પસાર કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન રશિયા હાજર રહ્યું નહોતું.






અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે ઇઝરાયલે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. અમેરિકાએ હમાસને પણ આ પ્રસ્તાવ સ્વીકારવા માટે હાકલ કરી છે. પ્રસ્તાવ પર અમેરિકાએ કહ્યું કે ઈઝરાયલ અને હમાસને કોઈપણ શરત વિના પ્રસ્તાવની શરતોનો સંપૂર્ણ અમલ કરવો જોઈએ.


હમાસે આ પ્રસ્તાવને આવકાર્યો હતો


હમાસે સોમવારે આ પ્રસ્તાવ મૂક્યો હતો. હમાસે કહ્યું કે તેઓ ઠરાવના સિદ્ધાંતોને લાગુ કરવા માટે મધ્યસ્થી સાથે સહકાર આપવા તૈયાર છે. હમાસે કહ્યું કે તે તેની માંગ સાથે સુસંગત એવા સિદ્ધાંતોને લાગુ કરવા માટે પરોક્ષ વાટાઘાટો કરવા તૈયાર છે. હમાસ સુરક્ષા પરિષદના ઠરાવમાં સમાવિષ્ટ તમામ બાબતોને આવકારે છે, જેમાં ગાઝામાં કાયમી યુદ્ધવિરામ, સંપૂર્ણ વાપસી, કેદીઓની અદલા બદલી, પુનર્નિર્માણ, વિસ્થાપિત વ્યક્તિઓને તેમના રહેઠાણના વિસ્તારોમાં પરત કરવા અને જરૂરી સહાય આપવા સહિતના ઘણા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.


7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ છે


ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરની સવારે હમાસ દ્વારા ઇઝરાયલના શહેરો પર લગભગ 5000 રોકેટ છોડવામાં આવ્યા હતા. જે બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલુ રહે છે. ઈઝરાયલે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વચન આપ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી તેઓ યુદ્ધવિરામનો અંત નહીં કરે. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના હુમલામાં 36,700 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. 80 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. 80 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે.