Israel-Hamas war: દુનિયામાં અત્યારે એક મોટુ યુદ્ધ છેડાઇ ગયુ છે. એકબાજુ ઇઝરાયેલ છે તો બીજીબાજુ પેલેસ્ટાઇનનું ચરમપંથી સંગઠન હમાસ છે. હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી આ લડાઈમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, કુલ મૃત્યુઆંક 1600 ને વટાવી ગયો છે અને ઘાયલોની સંખ્યા પણ 7000 સુધી પહોંચવાની છે. આ દરમિયાન ઇઝરાયેલ પોલીસકર્મી અને હમાસ હુમલાખોરો વચ્ચેની અથડામણનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


વાયરલ વીડિયોમાં એક ઈઝરાયલ પોલીસકર્મી હમાસના હુમલાખોરોની કાર પર ચાલતી બાઇક પરથી ગોળીબાર કરે છે જેમ કે કોઇ હૉલીવુડ ફિલ્મનો સીન ના હોય. ઇઝરાયેલમાં નિર્જન રૉડ ક્રૉસ કરતી વખતે ઇઝરાયલી પોલીસે હમાસના હુમલાખોરની કારને ઘેરી લીધી અને ગોળીબાર શરૂ કર્યો.






શહેરના બહાર થઇ ગોળીબારી 
ઇઝરાયેલી પોલીસે જણાવ્યું હતું કે ગાઝા નજીકના શહેર નેટવિયૉટની બહાર ગોળીબારમાં કારમાં સવાર બે લોકો માર્યા ગયા હતા. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં કાર રોકતાની સાથે જ તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસ અનેક રાઉન્ડ ફાયરિંગ કરે છે. જેના કારણે કારની બારી તૂટી જાય છે.


પોલીસે જણાવ્યું હતું કે, "સરહદ પોલીસ અધિકારીઓએ શનિવારે નેટીવૉટની બહાર બે સશસ્ત્ર આતંકવાદીઓને માંરી નાખ્યા. અમે અમારા નાગરિકોને આતંકવાદથી બચાવવા માટે આગળની લાઇન પર કામ કરવાનું ચાલુ રાખીશું." ઇઝરાયેલ હમાસ અને અન્ય પેલેસ્ટિનિયન જૂથોને આતંકવાદી માને છે, જેમની સાથે તેની સાથે અનેક હિંસક સંઘર્ષો થયા છે.


હમાસ હુમલાખોરોની ધમકી 
ઇઝરાયલી પોલીસ અને સૈનિકો પેલેસ્ટિનિયન જૂથો સામે લડી રહ્યા છે જેઓ શનિવારથી શરૂ થયેલ સર્વ-આઉટ યુદ્ધથી દેશના દક્ષિણ ભાગમાં હત્યા કરી રહ્યા છે અને બંધકોને લઈ રહ્યા છે. ઇઝરાયલી સુરક્ષા દળો પણ ગાઝા સરહદે હમાસના સ્થાનો પર હુમલો કરી રહ્યા છે અને તેમને કાટમાળમાં ફેરવી રહ્યા છે. હમાસ દ્વારા ઈઝરાયેલ પર 5000 રૉકેટ છોડવાના જવાબમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. હમાસે ધમકી આપી છે કે જો ઇઝરાયેલ તેના હવાઈ હુમલાઓ ચાલુ રાખશે તો અપહરણ કરાયેલા નાગરિક બંધકોને મારી નાખશે.


પીએમ મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત


હમાસ દ્વારા હુમલા બાદ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે નેતન્યાહુએ ફોન કર્યો હતો અને આ દરમિયાન મેં તેમને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, "મને ફોન કરીને પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ હું વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું." ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપોની સખત નિંદા કરે છે.


પીએમ મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો


પીએમ મોદીએ અગાઉ 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પરના રોકેટ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે શનિવારે ટ્વીટર પર લખ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.