નવી દિલ્હીઃ પાકિસ્તાને અંદાજ આવી ગયો છે કે એફ-16ના ખોટા ઉપયોગ માટે અમેરિકા તેની વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરી શકે છે. માટે પાકિસ્તાન સતત ખોટું બોલી રહ્યું છે. પોતાના નિવેદન બદલી રહ્યું છે. હવે પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત વિરૂદ્ધ તેણે જે ફાઈટર જેટનો ઉપયોગ કર્યો હતો તે અમેરિકાનું એફ-16 ન હતું, પરંતુ ચીનની મદદથી બનાવેલ ફાઈટર જેટ જેએફ-17 હતું.

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર DAWNમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, CNNના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે ભારતે જે ફાઇટર પ્લેનને તોડી પાડ્યું તે F-16 નહીં પરંતુ JF17 હતું. અમેરિકાએ પાકિસ્તાનને F-16એ શરતે આપ્યું હતું કે તેનો ઉપયોગ આતંકવાદની વિરુદ્ધ કરવામાં આવશે. પાકિસ્તાને આ વિમાનના ઉપયોગની શરતોનો ભંગ કર્યો છે. જ્યારે અમેરિકા એ જાણવા માગે છે કે ખરેખર પાકિસ્તાને F-16નો ઉપયોગ કર્યો છે કે નહીં?



પાકિસ્તાન F-16નો ઉપયોગ કર્યો હોવાનો અહેવાલ નકારી રહ્યું છે. ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ હુમલમાં F-16ના ઉપયોગના પુરાવાઓ રજૂ કર્યા છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાના અધિકારી ભારતીય સેનાના અધિકારી સાથે પુરાવા મોકલી ચર્ચા કરી રહ્યાં છે.

અમેરિકાના દૂતાવાસના પ્રવક્તાઓ રૉયટર્સના રિપોર્ટરોને જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન દ્વારા F-16ના ઉપયોગ અંગેના નજર નાંખીને બેઠા છે. ભારતે આપેલા પુરાવાઓ પર પણ અભ્યાસ કરવામાં આવશે.