અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે 78 વર્ષના જો બાઇડેને આજે યૂએસ કેપિટલમાં શપથ લીધા હતા. જ્યારે ભારતીય મૂળની કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવ્યા છે.

પરંતુ આ અવસર પર તેમની ઉપલબ્ધિની સાથે-સાથે દુનિયાભરની નજર તેમના ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલા પરિવાર પર પણ હશે જે અમેરીકાની રાજનીતિમાં ઈતિહાસ રચવા જઈ રહ્યો છે.

56 વર્ષિય કમલા ભારતીય માતા અને જમૈકન પિતાનું સંતાન છે. તેમની માતા શ્યામા ગોપાલન હેરિસ 19 વર્ષની ઉંમરમાં કેંસર સંશોધક બનવા માટે કેલિફોર્નિયા આવી હતી. પિતા ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં ઈકોનોમિકમાં પ્રોફેસર હતા. કમલાએ હાવર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે અને તે બાદ કેલિફોર્નિયા યૂનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો.

અભ્યાસ બાદ કમલાએ 1998માં સેન ફ્રાંસિસ્કોમાં જિલ્લા એટર્નીની ઓફિસમાં કામ શરૂ કર્યું અને 2003માં સાન ફ્રાન્સિસ્કોની પહેલી મહિલા જિલ્લા વકીલ બન્યા. શરૂઆતથી સારી વક્તા હેરીસે કેલિફોર્નિયાના એટર્ની જનરલ બનીને ઈતિહાસ રચ્યો હતો.

2012માં ડેમોક્રેટિક નેશનલ કોન્વેશનમાં જબરદસ્ત ભાષણ આપ્યા બાદ રાષ્ટ્રીય સ્તરની ઈમેજ બની. બાદમાં વર્ષ 2017માં કેલિફોર્નિયાથઈ સેનેટર બની. હેરિસે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બાદમાં પોતાનું નામ પરત ખેંચીને બિડેનને સમર્થન આપ્યું.

કમલાએ 2014માં 50 વર્ષની વયે ડગ્લાસ સાથે લગ્ન કર્યાં હતાં. ડગ્લાસ યહૂદી માતા-પિતાનું સંતાન છે અને જાણીતા વકીલ છે. ન્યુ યોર્ક સિટી પાસેના બ્રુકલીન બરોમાં જન્મેલા ડગ્લાસની ગણના મનોરંજન ક્ષેત્રને લગતા કાનૂની વિવાદોના શ્રેષ્ઠ વકીલ તરીકેની છે. હોલીવુડની મોટી મોટી કંપનીઓ માટે ડગ્લાસ કામ કરી ચૂક્યા છે. વોલમાર્ટ અને મર્ક જેવી ટોચની કંપનીઓ પણ ડગ્લાસની ક્લાયન્ટ છે. વિશ્વની સૌથી મોટી લો ફર્મ પૈકીની એક ડીએલએ પાઈપરમાં ડગ્લાસ ભાગીદાર છે.

ડગ્લાસે પહેલાં લગ્ન અમેરિકન ફિલ્મ નિર્માત્રી કર્સટીન મેકિન સાથે કર્યાં હતાં. કર્સટિન પેટ્ટીબર્ડ કંપનીની સીઈઓ છે. ડગ્લાસે કારકિર્દીની શૂઆત આ કંપનીથી કરી હતી. એ દરમિયાન જ બંને પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 16 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે સંતાન થયાં. કર્સટિને અમેરિકાની મહત્વની ઘટનાઓ અંગે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મોનાં ભારે વખાણ થયાં છે. ડગ્સાલ અને હેરિસની સંપત્તિ 60 લાખ ડોલરની આસપાસ છે.