આ દરમિયાન ગઈકાલે ટ્રમ્પ દંપત્તિએ વ્હાઇટ હાઉસમાંથી વિદાય લીધી હતી. જોકે તે દરમિયાન મેલાનિયાએ કરેલા એક વર્તનના કારણે તેની આલોચના થઈ રહી છે. વ્હાઇટ હાઉસમાંથી વિદાય લેતી વખતે ફર્સ્ટ લેડીએ ત્યાંના સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કરતી નોટ લખે છે. મેલાનિયા પાસેથી પણ આવી જ અપેક્ષા હતી.
જે સ્ટાફે તેનો ચાર વર્ષ સુધી ખ્યાલ રાખ્યો તેના પ્રત્યે કઇંક લખીને આભાર વ્યક્ત કરશે, પરંતુ આવું કંઈ થયુ નહીં. મેલાનિયાએ આ નોટ અન્ય કોઇ પાસે લખાવી અને તેના પર સહી કરી દીધી. જેને લઈ તેની તીવ્ર આલોચના થઈ રહી છે.
વ્હાઇટ હાઉસના આશરે 80 કર્મચારીને મેલાનિયાની થેંક્યૂ નોટ મળી છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે, મેલાનિયા ટ્રમ્પે ઈસ્ટ વિંગ સ્ટાફને પોતાના નામ પર એક નોટ લખવાનું કામ આપ્યું હતું.
રાશિફળ 21 જાન્યુઆરીઃ મિથુન, સિંહ રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ