નવી દિલ્હી: વર્ષ 2020ના શાંતિ નોબેલ પુરસ્કારથી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને સન્માનિત કરવામાં આવશે. વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રનાઆ કાર્યક્રમને આ સન્માન આપવાની જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે.

વિશ્વ ખાદ્ય પ્રોગ્રામ (WFP)એ ગત વર્ષે દુનિયાના 88 દેશોના લગભગ 10 કરોડ લોકોને મદદ પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, ફૂડ પ્રોગ્રામજ તે મુખ્ય સંસ્થા છે. જેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ભૂખમરાને ખતમ કરવાના લક્ષ્યની દિશામાં કામ કરે છે. યુદ્ધ, કુદરતી આફત અને દુષ્કાળ જેવી સ્થિતમાં WFP ખાદ્ય સહાયતા પૂરી પાડે છે. જાણો આ સંસ્થા વિશે.

- અમેરિકી રાષ્ટ્રપતિ ડ્વાઈડ આઈઝનહાવરે 1962 માં આ સંસ્થા બનાવવાની સલાહ આપી હતી.
- સંસ્થાની સ્થાપનાના થોડાક સમયની અંદર WFP એ ભૂકંપ પ્રભાવિત ઉત્તર ઈરાનને ખાદ્ય સહાયતા ઉપલબ્ધ કરાવી હતી. ઉત્તર ઈરાનમાં આવેલા આ ભયંકર ભૂકંપમાં 12000થી વધુ લોકોના મૃત્યુ થયું હતું. WFP એ 1500 મેટ્રિક ટન ઘઉં, 270 ટન ખાંડ અને 27 ટન ચા મોકલી હતી.
- 1963માં WFPનો પ્રથમ સ્કૂલ મીલ પ્રોજેક્ટ શરૂ થયો જે બે વર્ષ બાદ 1965માં સંપૂર્ણ રીતે સંયુક્ત રાષ્ટ્રનો પ્રોગ્રામ બની ગયો.
- WFP પાસે 5600 ટ્રક, 30 જહાજ અને 100ની આસપાસ વિમાન છે. દર વર્ષે તે રાશનની 1500 કરોડ ડિલીવરી કરે છે.
- દુનિયાના 80થી વધુ દેશોમાં WFPના કાર્યાલય છે અને ઈટાલીના રોમમાં તેનું હેડક્વાર્ટર છે.
- સંયુક્ત રાષ્ટ્રની બે અન્ય એજન્સી ખાદ્ય તથા કૃષિ સંગઠન (FAO) અને આંતરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ (IFAD)ની સાથે મળીને WFP કામ કરે છે.
- WFP સંપૂર્ણપણે સ્વૈચ્છિક દાનથી ચાલતનું સંગઠન છે. તેના ફંડનો મોટો હિસ્સો સરકારો તરફથી આવે છે.
- WFP માં 1700 કર્મચારી કામ કરે છે. તેમાં 90 ટકા કર્મચારી તે દેશોમાંછી જે જ્યાં WFP મદદ પહોંચાડે છે.