કાઠમાંડુ:  નેપાળમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે  કેપી શર્મા ઓલીએ (kp sharma oli) શુક્રવારે ત્રીજી વખત નેપાળના વડાપ્રધાન (prime minister of Nepal))તરીકે શપથ લીધા છે. સંસદમાં વિશ્વાસમત ગુમાવ્યાના થોડાક દિવસ બાદ ઓલીએ ફરી વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. ઓલીને ગુરુવારે આ પદ પર ફરી નિયુક્ત કરવામાં આવ્યા જ્યારે વિપક્ષ પાર્ટીઓ નવી સરકાર બનાવવામાં સંસદમાં બહુમત મેળવવામાં નિષ્ફળ રહી.


રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ ગુરુવારે રાત્રે ફરીથી સીપીએન-યુએમએલના અધ્યક્ષ કેપી શર્મા ઓલી (kp sharma oli)ને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. તેના ત્રણ દિવસ પહેલા ઓલી પ્રતિનિધ હાઉસ સભામાં વિશ્વાસ મત હારી ગયા હતા. કેપી શર્મા ઓલી 11 ઓક્ટોબર, 2015 થી 3 ઓગસ્ટ 2016 અને ફરીથી 15 ફેબ્રુઆરી, 2018 થી 13 મે, 2021 સુધી વડા પ્રધાન રહી ચૂક્યા છે. સોમવારે ઓલીએ ગૃહમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ બહુમતી સાથે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા વિરોધી પક્ષોને ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.


ગુરુવાર સુધી નેપાળી કૉગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા આગામી પ્રધાનમંત્રી તરીકે પોતાની દાવેદારી માટે સદનમાં પર્યાપ્ત મત મળશે તેવી આશા હતી. તેમને સીપીએન-માઓઈસ્ટ સેન્ટરના અધ્યક્ષ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’નું સમર્થન મળ્યું હતું.  


પરંતુ ઓલી સાથે છેલ્લી ઘડીએ બેઠક કર્યા બાદ માધવ કુમાર નેપાળે પોતાનું વલણ બદલતા દેઉબાનું આગામી વડાપ્રાધન બનવાનું સપનું તૂટી ગયું. 


ઓલીએ હવે 30 દિવસની અંદર ગૃહમાં વિશ્વાસનો મત મેળવવા પડશે, જે નિષ્ફળ જતા બંધારણની કલમ 76  (5) હેઠળ સરકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ઓલીના નેતૃત્વમાં સીપીએન-યુએમએલ 121 સીટો સાથે 271 સદસ્યોના પ્રતિનિધિ ગૃહમાં સૌથી મોટી પાર્ટી છે. સરકાર બનાવવા માટે હાલમાં 136 બેઠકોની જરૂર છે.


યુજવેન્દ્ર ચહલના માતા-પિતા થયા કોરોના સંક્રમિત, પિતા હોસ્પિટલમાં દાખલ, પત્ની ધનશ્રી વર્માએ આપી જાણકારી


જૂન મહિનામાં આવશે દેશની બીજી સ્વદેશી કોરોના રસી, આ ગુજરાતી કંપનીએ બનાવી છે રસી


આ એક વ્યક્તિના ટ્વીટથી બિટકોઈનમાં 17 ટકાનો કડાકો, 1 માર્ચ બાદ સૌથી નીચલી સપાટી પર