નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને લાહોર હાઈકોર્ટમાંથી સારવાર માટે વિદેશ જવાની મંજૂરી મળી ગઈ છે. લાહોર હોઈકોર્ટે નવાઝ શરીફને ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી દીધી છે.

નવાજ શરીફ હવે કોઈપણ જાતના શરતવગરના બોન્ડ પર સહી કર્યા બાદ વિદેશ જઈ શકશે. આ પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે લાહોર હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માંગ કરી હતી તેમના નેતા નવાઝ શરીફનું નામ એગ્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી હટાવાવમાં આવે. અરજીમાં તેના માટે નવાઝ શરીફની ખરાબ તબિયતનો હવાલો આપવામાં આવ્યો હતો. આ યાદીમાં જે લોકોનું નામ હતું તેઓ પાકિસ્તાન છોડીને બહાર જઈ શકતા નથી.


બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે નવાઝ શરીફ સાથે કોઈ દુશ્મન નથી અને બીમાર પૂર્વ વડાપ્રધાનમંત્રીના સ્વાસ્થ્યની ચિંતા રાજનીતિ કરતા વધારે મહત્વપૂર્ણ છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન પ્રમાણે, પાકિસ્તાન મુસ્લિ લીગ-નવાઝના પ્રમુખ શહબાઝ શરીફે શુક્રવારે ચેતવણી આપી હતી કે જો તેમના ભાઈને કંઈ થઈ જાય તો તેના માટે ઇમરાન ખાનને જવાબદાર ઠેરવશે. કારણકે તેમનું પ્રશાસન નો-ફ્લાઈ લિસ્ટમાંથી નવાઝ શરીફનું નામ હટાવવામાં મોડુ કરી રહ્યું છે.