નવી દિલ્હીઃ પાકિસ્તાને લેફ્ટિનન્ટ જનરલ ફૈઝ હમીદને જાસૂસી સંસ્થા આઇએસઆઇના વડા તરીકે પસંદગી કરી હતી. હમીદ લે.જનરલ આસિમ મુનીરની જગ્યા લેશે. કટ્ટર ગણાતા હમીદની પસંદગી કરવી ચોંકાવનારો નિર્ણય છે. ખાસ કરીને આસિમ મુનીરને પદ સંભાળ્યાને આઠ મહિનાનો સમય થયો છે. સામાન્ય રીતે આઇએસઆઇના ચીફનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. હમીદ અગાઉ પણ આઇએસઆઇમાં કામ કરી ચૂક્યો છે. પાકિસ્તાની સૈન્યની પ્રેસ વિંગે એક નિવેદન જાહેર કરી આ જાણકારી આપી હતી. જોકે, સૈન્યએ એ જાણકારી નથી આપી કે કાર્યકાળ પુરો થયા અગાઉ મુનીરને કેમ હટાવવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં આઇએસઆઇ ચીફનું પદ ખૂબ તાકાતવર માનવામાં આવે છે. એજન્સી પર લાંબા સમયથી આતંકીઓને બચાવવાના અને તેમના મારફતે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લાગતો રહ્યો છે. અફઘાનિસ્તાન તાલિબાન અને અન્ય આતંકી સંગઠનોને આશ્રય આપવાનો પણ આરોપ લાગતો રહ્યો છે.
નિષ્ણાંતોના મતે હમીદ લાંબા સમયથી આઇએસઆઇમાં પ્રભાવશાળી રહ્યા છે. 2017ના અંતમાં ઇસ્લામાબાદમાં થયેલા આંદોલનને ખત્મ કરવામા ફૈઝાબાદ એગ્રીમેન્ટ કરવામાં તેમની મહત્વની ભૂમિકા છે. પાકિસ્તાની સેનાના બિઝનેસ એમ્પાયર પર એક પુસ્તક લખનારા આયેશા સિદ્દીકાએ કહ્યું કે, તે ખૂબ કટ્ટર છે. આયેશાએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તે ખૂબ આક્રમક નિર્ણય છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે આર્મી નબળી પડી નથી પરંતુ મહત્વના નિર્ણયો લેવામાં આર્મીની દખલગીરી વધી ગઇ છે.
પાકિસ્તાને કટ્ટરપંથી અધિકારી ફૈઝ હમીદને ISIના ચીફ બનાવ્યા, મુનીરને આઠ મહિનામાં હટાવ્યા
abpasmita.in
Updated at:
17 Jun 2019 04:04 PM (IST)
ખાસ કરીને આસિમ મુનીરને પદ સંભાળ્યાને આઠ મહિનાનો સમય થયો છે. સામાન્ય રીતે આઇએસઆઇના ચીફનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -