નવી દિલ્હી: પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે આ મુશ્કેલ સમયમાં તેના મિત્ર દેશ પણ સાથ નથી આપી રહ્યાં. તેની વચ્ચે પાકિસ્તાનના મિત્ર મલેશિયાએ તેને મોટો ઝટકો આપ્યો છે. મલેશિયાએ સરકારી વિમાન કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ના એક બોઈંગ 777 પેસેન્જર પ્લેનને જપ્ત કરી લીધું છે. આ વિમાન લીઝ પર લીધું હતું અને પૈસા ન ચૂકવતા વિમાન જપ્ત કરી લેવામાં આવ્યું છે.
પાકિસ્તાનની મીડિયા રિપોર્ટની માનીએ તો ક્વાલાલંપુર એરપોર્ટ પર ઘટના સમયે વિમાનમાં પેસેન્જર અને પાયલટ દળ સવાર હતા.તેમને બેઈજ્જતી કરીને ઉતારી દીધાં હતા.
પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સે એક ટ્વીટ કરીને નિવેદન જાહેર કરીને કહ્યું કે, પીઆઈએની એક એરલાઈનને મલેશિયાની સ્થાનિક કોર્ટે પરત બોલાવી લીધી છે. આ એકતરફી નિર્ણય છે. આ વિવાદ પીઆઈએ અને અન્ય પાર્ટી વચ્ચે યૂકે કોર્ટમાં પેન્ડિંગ છે.
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના બેડામાં કુલ 12 બોઈંગ 777 વિમાન છે. પાકિસ્તાની અખબાર ડેઈલી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ વિમાનને વિવિધ કંપનીઓએ સમય સમય પર ડ્રાઈ લીઝ પર લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર, મલેશિયાએ જે વિમાનને જપ્ત કર્યું છે. તે પણ લીઝ પર હતું પરંતુ લીઝની શરતો પ્રમાણે પૈસા ચૂકવવામાં ન આવતા વિમાનને જપ્ત કરી લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાન પાસેથી સાઉદી અરબે પોતાના ત્રણ અરબ ડૉલર પરત માંગી લીધા હતા. ઈમરાન સરકારે ચીન પાસેથી લોન લઈને સાઉદી અરબને લોન ચૂકવી હતી.
પૈસા નહીં ચૂકવતા કંગાળ પાકિસ્તાનને તેના જ મિત્ર દેશે આપ્યો ઝટકો, યાત્રીઓને ઉતારીને જપ્ત કરી લીધું વિમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jan 2021 05:02 PM (IST)
પાકિસ્તાનની મીડિયા રિપોર્ટ અનુસાર, ક્વાલાલંપુર એરપોર્ટ પર ઘટના સમયે વિમાનમાં પેસેન્જર અને પાયલટ દળ સવાર હતા. તેમને બેઈજ્જતી કરીને ઉતારી દીધાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -