નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના મહામારીનો કહેર છે. મેક્સિકોમાં કોરોના વાયરસના કારણે ખૂબજ ચિંતાજનક સ્થિતિ છે. સામાન્ય નાગરિકોની સાથે સાથે સ્વાસ્થ્યક્રમીઓ અને ડૉક્ટર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર કોરોનાના કારણે જીવ ગુમાવનાર ડૉક્ટર્સ અને નર્સોનું એક પોટ્રેટ છે.


આ ચિત્ર કોરોનાથી પોતાનો જીવ ગુમાવનાર 198 ડૉક્ટર્સ અને નર્સોની તસવીરોના ઉપયોગથી એક પોટ્રેડ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટ્રેટને મેક્સિકોના રહેવાસી જર્મેન ફઝાર્ડો ડોલ્સીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું હતું, તસવીર સાથે લખ્યું કે, ‘મેડિકલ હીરોઝ: આ .યુદ્ધમાં જીવ ગુમાવનાર 198 સ્વાસ્થ્યકર્મી.’



મેક્સિકોમાં કોરોના મહામારીના કારણે અત્યાર સુધી 2 લાખ 31 હજાર 770 લોક આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 28510 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાથે 1,38,319 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.