વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ફરી એક વખત ચીન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, તેનો દેશ બિન ભરોસાપાત્ર ચાઈનીઝ ટેલીકોમ કંપનીઓ અને એપને અમેરિકામાં નહીં ચાલવા દેવા માટે કામ કરી રહ્યો છે. ચાઈનીઝ કંપનીઓ ટેલીકોમ સેવા આપી ન શકે તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.


પોમ્પિયોએ કહ્યું, અમે બિન ભરોસાપાત્ર ચાઈનીઝ કંપનીઓ અમેરિકા અને વિદેશી રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય સેવા પૂરી પાડી ન શકે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પોમ્પિયોની વાતથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે ચાઈનીઝ ટેલિકોમ કંપનીઓને પણ ટેલીકોમ ક્ષેત્રમાં બહાર કરવાનો રસ્તો બનાવી રહી છે. પોમ્પિયોએ કહ્યુ, અમે અવિશ્વસનીય ચાઇનીઝ એપ્સને યુએસ એપ સ્ટોર પરથી હટતી જોવા માંગીએ છીએ. તેમણે પોતાની વાત કહેતી વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના હિત માટે ટિકટોક સામે કાર્યવાહી કરવાની વાતનો પણ આ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો.



પોમ્પિયોએ અમેરિકાના નાગરિકોને સાવધાની રાખવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું, હું અમેરિકાના નાગરિકોને ચીન કે કોઈ પણ દેશનો પ્રવાસ કરતી વખતે વધારે સાવધાની રાખવાની અપીલ કરું છું. ચીનના કમ્યુનિસ્ટ પાર્ટી સીપીપીએ પોતાના જ દેશના નાગરિકો સાથે જબરદસ્તી કરતા હોવાના અનેક ઉદાહરણો જોયા છે. આ સ્થિતિમાં સીપીપીના આક્રમક વ્યવહાર સામે એકજૂથ થઈને ઉભા રહેવું જોઈએ.

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ નજીક પહોંચી, 24 કલાકમાં નોંધાયા 55 હજાર નવા કેસ, 1306 લોકોના મોત

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભટેલો લોકોનું જુઓ નામ સાથેનું લિસ્ટ

અમદાવાદઃ કોવિડ કેર સેન્ટર શ્રેય હોસ્પિટલમાં લાગી આગ, 8 દર્દીના મોત, જાણો વિગતે