Mission Moon -  Chandrayaan-3: આજે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે, કેમ કે આજે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરવા માટે તૈયાર છે, અને ઇસરોના વૈજ્ઞાનિકો અને દેશ-દુનિયાને વિશ્વાસ છે કે, સાંજે 6.04 વાગે આ કામમાં ભારતનું ચંદ્રયાન-3 સફળ પણ થઇ જશે. એક મહિના પહેલા ભારતે પોતાના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3ને લૉન્ચ કર્યુ હતુ અને હવે તે પોતાના અંતિમ તબક્કામાં છે. પરંતુ આ બધાની વચ્ચે બે દેશો ભારત અને પાકિસ્તાનની ખાસ વાતો થઇ રહી છે, કેમ કે ભારત અને પાકિસ્તાન બન્ને એક જ દિવસે આઝાદ થયા હતા, છતાં ભારત કરતાં પાકિસ્તાન સ્પેસ સેક્ટરમાં ક્યાંય નથી ટકી શકતું. 


ભારત અને પાકિસ્તાન બન્ને એક જ દિવસે થયા હતા આઝાદ - 
ભારત અને પાકિસ્તાન લગભગ એકસાથે આઝાદ થયા છે. આઝાદી પછી લગભગ 76 વર્ષની આ યાત્રામાં બંને દેશોએ ઘણી પ્રગતિ કરી. આમાં હવે ભારતે 14 જુલાઈ 2023એ પોતાનું મૂન મિશન એટલે કે ચંદ્ર સુધી પહોંચા માટે પહેલ કરી દીધી છે, અને ચંદ્રયાન-3ને લૉન્ચ કરી દીધુ હતુ. વિશ્વની સૌથી વિશ્વસનીય અને અગ્રણી અવકાશ એજન્સી ISRO ફરી એકવાર અવકાશમાં પોતાની દમદાર છાપ છોડવા માટે તૈયાર છે, પરંતુ આનાથી વિપરિત પાકિસ્તાને આ મામલે કોઈ ખાસ પ્રગતિ કરી નથી. આનો અંદાજ એ વાત પરથી લગાવી છે કે ભારતમાં કેટલાય લોકોને પાકિસ્તાનની સ્પેસ એજન્સીનું નામ પણ ખબર નથી.


શુ છે પાકિસ્તાનની સ્પેસ એજન્સીનું નામ ?
ભારતીય સ્પેસ એજન્સીની રચનાના આઠ વર્ષ પહેલા પાકિસ્તાને તેની સ્પેસ એજન્સીની સ્થાપના કરી હતી, પરંતુ આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાની સ્પેસ એજન્સી પોતાને ટકાવી રાખવા પણ સખત સંઘર્ષ કરી રહી છે, અને ચીનની મદદ માંગી રહી છે. પાકિસ્તાને 16 સપ્ટેમ્બર 1961ના દિવસે તેની સ્પેસ એજન્સી સુપાર્કોની સ્થાપના કરી હતી. જ્યારે ઈસરોની સ્થાપના 1969માં થઈ હતી. તે પહેલા ભારતીય અવકાશ એજન્સી ઈન્ડિયન નેશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ તરીકે જાણીતી હતી.


અત્યાર સુધીમાં લૉન્ચ કર્યા માત્ર 5 સેટેલાઇટ - 
ઈસરોએ અત્યાર સુધીમાં 34 દેશોના 424 ઉપગ્રહો સફળતાપૂર્વક લૉન્ચ કર્યા છે. તે વૈશ્વિક સ્તરે નંબર વન સ્પેસ એજન્સી છે અને કૉમર્શિયલ લૉન્ચિંગમાં અગ્રેસર છે. ISRO એ 123 અવકાશયાન મિશન, 91 પ્રક્ષેપણ મિશન, 15 વિદ્યાર્થી ઉપગ્રહ પ્રક્ષેપણ, 2 પુનઃપ્રવેશ મિશન અને ત્રણ ભારતીય ખાનગી ઉપગ્રહ પ્રક્ષેપણ કર્યા છે. તેનાથી વિપરિત પાકિસ્તાને અત્યાર સુધીમાં માત્ર પાંચ સેટેલાઈટ લૉન્ચ કર્યા છે. જેમાંથી છેલ્લું પાંચ વર્ષ પહેલા 2018માં લૉન્ચ કરવામાં આવ્યું હતું.


ISROથી દાયકાથી પાછળ છે SUPARCO  - 
પાકિસ્તાનની સ્પેસ એજન્સી (સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, સુપાર્કો) ભારતથી દાયકાઓ પાછળ છે. દુનિયામાં તેની કોઈ ઓળખ નથી, જ્યારે ઈસરોએ પ્રથમ પ્રયાસમાં જ મંગળ પર પહોંચીને સમગ્ર વિશ્વનો વિશ્વાસ જીતી લીધો છે. ભારત અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રણી દેશોમાંનો એક છે અને દક્ષિણ એશિયામાં નંબર વન છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારત ઉપરાંત માત્ર ચીન જ એક એવો દેશ છે જે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલાક પ્રયાસો કરી રહ્યું છે. આ રેસમાં પાકિસ્તાન ક્યાંય પણ ટકતું નથી. 


પાકિસ્તાની સ્પેસ એજન્સીનું બજેટ - 
પાકિસ્તાની સ્પેસ એજન્સીનું નામ SUPARCO (સ્પેસ એન્ડ અપર એટમૉસફેયર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન), અને સ્પેસ સેક્ટરમાં હજુ સુધી એટલી બધી સફળતા હાંસલ નથી કરી શકી. પાકિસ્તાની સ્પેસ એજન્સીને બજેટમાં માત્ર 200 કરોડ મળ્યા છે. શરૂઆતમાં પાકિસ્તાની SUPARCO અમેરિકાનો સાથ હતો અને ખુબ સફળ થયુ હતુ. અમેરિકાની મદદથી પાકિસ્તાને 1962માં Rehbar-1 તરીકે અંતરિક્ષમાં પોતાનું પહેલુ રૉકેટ લૉન્ચ કર્યુ હતુ. શરૂઆતી સફળતાઓ મેળવ્યા બાદ પાકિસ્તાન મિસાઇલો બનાવવાનું શરૂ કર્યુ, 80ના દાયકાના અંત સુધીમાં Hatf Programme તૈયાર કર્યો અને તેના દ્વારા મિસાઇલો બનાવવામાં આવી. પાકિસ્તાને પાંચ સેટેલાઇટ સ્પેસમાં મોકલ્યા, આમાં બદ્ર-1, બદ્ર-બી, પાકાત-1આર, પાકસાક-1, આઇક્યૂબ-1 અને પાકિસ્તાન રિમૉટ સેન્સિંગ સેટેલાઇટ.