કેલિફોર્નિયા પ્રાંતના વધુ પડતા ભાગોમાં બુધવારે બાર, થિયેટર અને ઈનડોર રેસ્ટોરન્ટને ફરીથી બંધ કરી દેવામાં આવ્યા છે. અરિજોનામાં મહામારીનો પ્રકોપ વધુ ગંભીર થઈ ગયો છે. કેલિફોર્નિયા શટડાઉનની જાહેરાત સપ્તાહના થોડા સમય પહેલા કરવામાં આવી હતી. બંધ લોસ અંજિલિસ કાઉંટી સહિત આશરે ત્રણ કરોડની આબાદી પર લાગૂ થાય છે.
એવા સમાચાર છે કે અમેરિકીઓના માસ્ક ન પહેરવા અથવા સામાજિક અંતરના નિયમોનું પાલન ન કરવાના કારણે નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ કેસની પુષ્ટી અમેરિકામાં થઈ છે અને સૌથી વધુ મોત પણ અમેરિકામાં થયા છે.