Russia Ukraine conflict: રશિયાના આક્રમણના ખતરા વચ્ચે યુક્રેનની સંસદે પ્રથમવાર ડ્રાફ્ટ લૉને મંજૂરી આપવા માટે મત આપ્યો છે જે યુક્રેનના નાગરિકોને હથિયાર રાખવા અને આત્મરક્ષામાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ડ્રાફ્ટ કાયદાના લેખકોએ એક નોંધમાં જણાવ્યું હતું કે, આ કાયદો અપનાવવો એ સમગ્ર રાજ્ય અને સમાજના હિતમાં છે. યુક્રેનના નાગરિકો માટે વર્તમાન જોખમોને કારણે કાયદો જરૂરી હતો.


આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ 18 વર્ષથી 60 વર્ષની ઉંમરના reservistsને ઓછામાં ઓછી એક વર્ષની સેવા માટે બોલાવ્યા છે. નોંધનીય છે કે અનેક દેશ ઇમરજન્સીમાં દેશના તમામ નાગરિકોને સૈન્યમાં ભરતીને ફરજિયાત રાખવાનો કાયદો ધરાવતા હોય છે. જરૂરિયાત પડવા પર તેનો ઉપયોગ કરવામાં આવે છે.


Reservists એક રીતે આ પ્રકારના લોકોને કહેવામાં આવે છે. આ એ પ્રકારના સૈનિકો હોય છે જે આર્મીમાં  નિયમિત રીતે સેવા આપતા નથી પરંતુ જરૂરિયાત પડે તો તેઓને બોલાવી શકાય છે. યુક્રેનમાં આ કેટેગરીમાં 18 વર્ષથી લઇને 60 વર્ષની ઉંમરના લોકોને રાખવામાં આવ્યા છે.


યુક્રેનની સુરક્ષા પરિષદે રશિયન આક્રમણના વધતા ખતરાના જવાબમાં નેશનલ ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ યુક્રેનના ટોચના સુરક્ષા અધિકારીએ કહ્યું હતું કે  યુક્રેન ડોનેટસ્ક અને  લુહાન્સ્ક ક્ષેત્રો સિવાય તમામ યુક્રેની વિસ્તારમાં ઇમરજન્સી સ્થિતિ લાગુ કરશે. ઇમરજન્સીની સ્થિતિ 30 દિવસો સુધી ચાલશે અને તેને આગામી 30 દિવસો સુધી વધારવામાં આવી શકે છે.


નોંધનીય છે કે સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પૂર્વીય યુક્રેનમાં રશિયન સમર્થિત અલગાવવાદી બે ક્ષેત્રો ડોનેટસ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. પુતિને સોમવારે રાત્રે ટીવી પર રાષ્ટ્રને સંબોધિત કર્યો હતો. પુતિને કહ્યું કે રશિયન સૈન્ય પૂર્વીય યુરોપમાં પ્રવેશ કરશે અને તે અલગતાવાદી વિસ્તારોમાં શાંતિ સ્થાપવાની દિશામાં કામ કરશે.


 


Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે


SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું


New 2022 Maruti Baleno Facelift: મારુતિ સુઝુકી બેલેનો ફેસલિફ્ટેડ વર્ઝન થયું લોન્ચ, ઓછી કિંમત અને હાઇટેક ફીચર્સ સાથે આ કાર્સ સાથે થશે મુકાબલો


National Pension System: NPSની આ સેવાઓ માટેના ચાર્જમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે