પ્રેક્ટિસમાં ન આવ્યો શૉ
યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ગુરુવારે પ્રેક્ટિસ માટે મેદાનમાં આવ્યો નહોતો. તેના પગમાં સોજો છે. આજે તેનો રિપોર્ટ કરવામાં આવશે, જે બાદ પગમાં સોજાનું કારણ જાણી શકાશે. મેડિકલ રિપોર્ટના આધારે શુક્રવારના પ્રેક્ટિસ સેશન દરમિયાન બીજી ટેસ્ટમાં ટીમમાં રહેશે કે નહીં તેનો ફેંસલો લેવામાં આવશે. જો શુક્રવારે બેટિંગ કરતી વખતે તે સંપૂર્ણ ફિટ નહીં હોય તો ટીમમાં સામેલ નહીં કરવામાં આવે.
મયંકને મળશે વધુ એક નવો પાર્ટનર
આજે પ્રેકટિસ દરમિયાન શુભમન ગિલે પણ નેટ પર સારો સમય વીતાવ્યો હતો. શૉ અનફિટ જાહેર થશે તો મયંક અગ્રવાલ વધુ એક નવા પાર્ટનર સાથે ઓપનિંગની શરૂઆત કરી શકે છે. પ્રેક્ટિસ દરમિયાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ગિલ પર વધારે ધ્યાન આપ્યું હતું.
પ્રથમ ટેસ્ટમાં શૉ ગયો હતો ફેલ
પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાં બેટિંગમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. તેણે પ્રથમ ઈનિંગમાં 16 અ બીજી ઈનિંગમાં 14 રન બનાવ્યા હતા. તેમ છતાં કેપ્ટન વિરાટ કોહલીએ તેના પર ભરોસો જાળવી રાખ્યો હતો. ટેસ્ટ મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, શો આક્રમક બેટ્સમેન છે અને જો તે ફિટ રહેશે તો તેને જરૂર મોકો આપવામાં આવશે.
અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત
ગ્લેન મેક્સવેલ બનશે ભારતનો જમાઈ, આ ભારતીય યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગતે
મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણો