Viral News: નોકરી મેળવવા માટે હંમેશા લોકો કેટલાય પ્રયાસો કરતા રહે છે. પરંતુ ક્યારેક ક્યારેય નોકરી મળવી મુશ્કેલ અને પરેશાન બની જાય છે. જેના કારણે કેટલાય યુવક-યુવતીઓ કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. આવુ જ કંઇક 34 વર્ષીય ઇનિન વિક્ટર ગૈરિક સાથે થયુ છે, પરંતુ તેના એક અનોખા પ્રયાસે કિસ્મત જ બદલી નાંખી અને તેના માટે કેટલીય જગ્યાઓ પર નોકરીઓ આવવા લાગી.


મિરર રિપોર્ટ્સ અનુસાર, 34 ઇનિન વિક્ટર ગૈરિકે નોકરી ના મળવાના કારણે પોતાના નામમાં ફેરફાર કરી લીધો હતો. ત્યારબાદ તેને બીજા અઠવાડિયે જ નોકરી મળી ગઇ. ગૈરિકે દાવો કર્યો છે કે તેના પોતાના નાઇઝિરયન નામમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ તેને કેટલીય જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે કૉલ આવવાના શરૂ થઇ ગયા હતા.




આ હતી સમસ્યા-
તેને 'ઇનિન વિક્ટર ગૈરિક' (Inein Victor Garrick)ની જગ્યાએ પોતાના નામને વિક્ટર ગૈરિક બનાવી લીધુ, આ પછી કિસ્મત પલટી ગઇ. કેટલાક રિક્રૂટર્સનુ કહેવુ છે કે તેને પહેલા નામનુ યોગ્ય ઉચ્ચારણ કરવામાં સમસ્યા આવી રહી હતી. જેના કારણે તે કોઇપણ ઇન્ટરવ્યૂના પહેલા તબક્કામાંથી આગળ નહતી નીકળી શકતો. 34 વર્ષના ગૈરિકે પોતાના નામના મધ્યને શરૂઆતમાં પ્રયોગ કરવાનુ શરૂ કરી દીધુ છે. 


નામનુ ખોટુ ઉચ્ચારણ કરે છે લોકો-
ગૈરિકે એવુ ગયા વર્ષે કર્યુ હતુ પરંતુ ટ્રાન્સપોર્ટ ફૉર વેલ્સમાં નોકરી મેળવ્યા બાદ તે પોતાના યોગ્ય નામ પર પાછો આવી ગયો. તેનુ કહેવુ છે કે એવુ લાગ્યુ કે જેમ કે પોતાની લાઇફનો એક ભાગ છુપાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગૈરિક અનુસાર, તે 22 વર્ષથી બ્રિટનમાં રહી રહ્યો છે પરંતુ તે લોકો હંમેશા નામનુ ઉચ્ચારણ ખોટુ કરતા રહ્યાં.


 


આ પણ વાંચો---


કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......


BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર


Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો


PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?


માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર


IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત


Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન