લંડન: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ લંડનના હાઈ ફેશન રિટેલ સ્ટોર હેરોડ્સમાં ખરીદી કરી રહ્યા હતા, ત્યારે એક મહિલાએ તેમનો ફોટો લેવાની કોશિશ કરી હતી. નવાઝ શરીફની સાથે હાજર ટીમના સભ્યો પણ હતા. બતાવવામાં આવી રહ્યું છે કે ફોટો લેનાર મહિલાની સાથે ખરાબ વર્તન પણ કરવામાં આવ્યું હતું.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, લંડન સ્થિત ડેટા સાઈંટિસ્ટ શોએબ તૈમુરે ટ્વિટ કર્યું છે કે વોટ્સએપ ગ્રુપ પર એક પરિચિતે નવાઝ શરીફને હેરોડ્સમાં ગૂચી ચંપલ ખરીદતા જોયા હતા. નવાઝ શરીફ પોતાને એક પાકિસ્તાની નાગરિક તરફથી કરવામાં આવેલા અપ્રોચથી ગભરાઈ ગયા હતા. તેમની સુરક્ષા ટીમે મહિલાને ફોટો લેતા રોકી હતી. હેરોડ્સના સિક્યોરિટી સ્ટાફે પણ મહિલા પાસેથી તેનો ફોન લઈ લીધો હતો.
પોતાના વેરીફાઈડ એકાઉંટથી ટ્વિટ કરનાર તૈમુરનું એ પણ કહેવું છે કે મહિલાને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે તે સ્ટોરમાં કોઈ પુરુષ સાથી વગર કેમ ઉપસ્થિત છે? તૈમુરના જણાવ્યા અનુસાર મહિલાને બાદમાં લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશ્નર પાસે લઈ જવામાં આવી હતી. મહિલાને કહેવામાં આવ્યું કે હેરોડ્સમાં શૉપિંગ કરતા નવાઝ શરીફને સવાલ પૂછશે તો હાઈકમિશ્નર તમને સમન્સ મોકલશે, તૈમુરે પોતાની વાતોના પુરાવામાં હેરોડ્સમાં નવાઝ શરીફ ખરીદી કરતા ફોટોને પણ ટ્વિટ કર્યો હતો.