નવી દિલ્હીઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત જળવાયુ પરિવર્તનના મુદ્દે ભારત અને ચીનની આલોચના કરી છે. તેમણે કહ્યું, ભારત, ચીન અને રશિયામાં શુદ્ધ હવા અને પાણી નથી. આ દેશો પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી નીભાવી રહ્યા નથી. એક બ્રિટિશ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહી હતી.


પેરિસ સમજૂતીમાંથી બહાર થનારા ટ્રમ્પે દાવો કર્યો કે, સમગ્ર વિશ્વમાં યુએસના જળવાયુ સૌથી સ્વચ્છ છે. મેં યુએસની વાત આંકડાના આધારે કહી છે. યુએસના જળવાયુ દિન પ્રતિદિન વધુ સારા થતાં જઈ રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું કે, ચીન, ભારત અને રશિયા સહિત અનેક દેશો પાસે ન તો સ્વચ્છ હવા છે, ન તો સ્વચ્છ પાણી કે ન તો પ્રદૂષણ-સફાઇને લઈ સમજ. જો તમે કેટલાક શહેરોમાં જશો... હું આ શહેરોના નામ નહીં લઉં પરંતુ મને ખબર છે. જો તમે આ શહેરોમાં જાવ તો શ્વાસ પણ લઈ શકતા નથી. આ દેશો તેમની જવાબદારી નથી નીભાવી રહ્યા.

અમેરિકા 2016માં પેરિસ જળવાયુ સમજૂતીમાંથી બહાર થઈ ગયું હતું. આ સમજૂતીનો ઉદ્દેશ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનું અને ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનું છે. રોહડિયમ ગ્રૂપ દ્વારા જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 2018માં અમેરિકાએ 3.4% વધુ કાર્બન ઉત્સર્જન કર્યું છે. તે ગયા 8 વર્ષમાં સૌથી વધારે છે.

વડોદરામાં યુવક મોબાઇલને ચાર્જિંગમાં રાખીને જોતો હતો ફિલ્મ ને થયું એવું કે જાણીને ચોંકી જશો

રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM

વર્લ્ડકપ 2019: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ, જાણો વિગત

INDvSA: ધોનીના ગ્લવસ પર જોવા મળ્યું અનોખું નિશાન, કોઈ અન્ય ક્રિકેટરની નથી આ તાકાત, જાણો વિગત

અમદાવાદમાં JET પ્રોજેક્ટની શરૂઆત, ગંદકી-ટ્રાફિક કરનાર દંડાશે, જુઓ વીડિયો