બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકેને કહ્યું, દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. જે બાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને ખુદને આઇસોલેટ કરવાનું કહેવાયું છે. દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે ગત સપ્તાહે કહ્યું હતું કે, વાયરસનો એક નવો જેનેટિક મ્યૂટેશન મળ્યું છે અને તાજેતરમાં સંક્રમણની વૃદ્ધિ માટે તે જવાબદાર હોઇ શકે છે.
હેનકોને આગળ કહ્યું, દક્ષિણ આફ્રિકાના પ્રભાવશાળી જીનોમિક ક્ષમતાના કારણે મને બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનનની ખબર પડી છે. નવા વેરિયન્ટના બે મામલા સામે આવ્યા છે. આ લોકોએ થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરી હતી.
કોરોનાના નવા વર્ઝનથી બ્રિટનમાં નુકસાન થયું છે. બ્રિટનમાં નાતાલ અને નવા વર્ષ પહેલા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, આ સિવાય આકરું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે. દક્ષિણ આફ્રિકામાં પણ ઝડપથી આ રોગચાળો ફેલાઈ રહ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કદાચ આ જ કારણોસર દેશને કોરોનાની બીજી મોટી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે કોરોના વાયરસની નવી સ્ટ્રેન પહેલાના વાયરસ કરતા 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે.
બ્રિટનમાં મહામારી બાદ એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોવિડ-19ના નવા 39,237 કેસ અને 744 લોકોના મોત થયા છે.
નવા કોરોના વાયરસ સામે આ રસી છે અસરકારક, વૈજ્ઞાનિકોએ કહ્યું- પહેલાંથી જ આશંકા હતી
Fact Check: બ્રિટનથી ભારત આવેલા 15 મુસાફરોમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન ? સરકારે શું કહ્યું
રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ