નવી દિલ્હીઃ કોરોનાએ ફરી એકવાર વકર્યો છે. દુનિયાભરના દેશોમાં કોરોનાના રેકોર્ડ કેસો નોંધાવવાનુ શરૂ થઇ ગયુ છે. આ લિસ્ટમાં અમેરિકા ટૉપ પર છે. યુરોપ અને અમેરિકામાં સૌથી વધુ સ્થિતિ વિકટ બની રહી છે. રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં કોરોનાન કેસોમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકામાં એક દિવસમાં 10.80 લાખ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે, એટલુ જ નહીં સપ્તાહમાં 9362 લોકોના મોત થયાના પણ સમાચાર છે. 


કોરોના રિપોર્ટ પ્રમાણે, શુ્ક્રવારે અમેરિકામાં એકવાર ફરીથી એક જ દિવસના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. અહીં એક દિવસમાં 10.80 લાખ કેસ નોંધાયા છે, અને સપ્તાહમાં 9362 મોત થયા છે. આ લિસ્ટમાં ફ્રાન્સ બીજા નંબર પર છે, ફ્રાન્સમાં 3.28 લાખ, બ્રિટનમાં 1.78 લાખ, ભારતમાં 1.41 લાખ, સ્પેનમાં 1.15 લાખ, આર્જેન્ટિનામાં 1.10 લાખ અને ઇટાલીમાં 1.08 લાખ કોરોના સંક્રમિતો મળ્યા છે. 


છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે 6,369 લોકોના મોત પણ થયા છે. 


India Corona Cases Today: ભારતમાં 24 કલાકમાં નોંધાયા 1.42 લાખ કેસ
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા.ઓમિક્રોનના કુલ કેસ 3071 થઈ ગયા છે.


એક્ટિવ કેસઃ 472169
કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740
કુલ મૃત્યુઆંકઃ4,83,463
કુલ રસીકરણઃ 150,61,92,903


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી