પાકિસ્તાનમાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન વિસ્તારમાં મુસાફર બસ અને ટ્રક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત 30 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. મોટા ભાગના લોકો ઇદની રજા પર ઘરે જવા રવાના થયા હતા. આ દુર્ઘટનામાં 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. 


ડેરા ગાઝી કમિશનર ડો. ઇરશાદ અહેમદે મીડિયાને જણાવ્યું કે, અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતદેહો અને ઈજાગ્રસ્તોને ડી.એચ.ક્યુ. ટીચિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગૃહમંત્રી શેખ રશીદે પણ અકસ્માત અંગે દૂ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટના ઈદની આગામી રજા પર ઘરે પરત જનારા લોકો માટે કોઈ મોટી હોનારતથી ઓછી નથી. મૃતકો માટે તેમણે શોક વ્યક્ત કર્યો હતો.