ઈસ્લામાબાદ: કાશ્મીરને લઈને ગભરાયેલું પાકિસ્તાન ખોખલી ધમકીઓ આપવાનું ચાલુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી ભારતને પરમાણું બોમ્બની ધમકી આપી છે. રશિયાની ટીવી ચેનલ રશિયા ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું કે કાશ્મીરને લઈને બે પરમાણુ તાકાતવાળા દેશ આમને સામને છે.


જો કે ઇમરાખાને કબૂલ્યુ છે કે, પાકિસ્તાન ભારત સામે યુધ્ધ જીતી શકે તેમ નથી. ઇમરાને સ્વીકાર્યું છે કે કાશ્મીર મુદ્દે અન્ય દેશો તરફથી સમર્થન નથી મળ્યું જેવું મળવું જોઈએ. ઇમરાને કહ્યું પાકિસ્તાન ક્યારે્ય પરમાણુ યુધ્ધની શરૂઆત નહી કરે. હું એક શાંતિપ્રેમી વ્યક્તિ છું અને યુધ્ધના વિરોધમાં છું. મારુ માનવુ છે કે, યુધ્ધથી સમસ્યાઓ ઉકલતી નથી. તેના અનપેક્ષિત પરિણામો જોવા મળે છે

ઇમરાન ખાને કહ્યું, જ્યારે બે પરમાણુ તાકાત ધરાવતા દેશ એક પરંપરાગત યુદ્ધ લડે છે તો તેનું પરિણામ પરમાણુ યુદ્ધમાં થવાની પૂરી સંભવના હોય છે. જો હું કહું કે પાકિસ્તાન પારંપારિક યુદ્ધમાં હારી રહ્યું છે અને એક દેશ બે વિકલ્પોની વચ્ચે ફસાઈ ગયો છે ત્યારે તમે કાં તો આત્મસમર્પણ કરશો કાં તો પોતાની સ્વતંત્રતા માટે અંતિમ શ્વાસ સુધી લડશો. પાકિસ્તાન સ્વતંત્રતા માટે અંતિમ શ્વાસ સુધી લડશે. જ્યારે એક પરમાણું સંપન્ન દેશ અંતિમ શ્વાસ સુધી લડે છે તો પરિણામ ભયાનક હોય છે.

ઇમરાન ખાને કહ્યું , ભારત સાથે હવે વાતચીત કરવાની કોઈ શક્યતા નથી. જો કાશ્મીર મુદ્દે સમાધાન આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા નહી કરવામાં આવે તો આ વેશ્વિક વેપારને પ્રભાવિત કરી શકે છે.