પાકિસ્તાની રક્ષા મંત્રીએ આપી પરમાણુ હથિયારની ધમકી, કહ્યું અસ્તિત્વનો સવાલ ઉભો થશે તો ઉપયોગ કરશું
abpasmita.in
Updated at:
29 Sep 2016 07:40 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઈંટરવ્યુંમાં પરમાણું હથિયારનો સંકેત આપતા કહ્યું કે પાકિસ્તાન ભારતની વિરૂધ્ધમાં આ હથિયારનો ઉપયોગ કરી શકે છે. ટીવી ચેનલ સમાને ઈંટરવ્યું આપતા આસિફે કહ્યું પાકિસ્તાને આ હથિયારો માત્ર શો પીસ માટે નથી રાખ્યા, સુરક્ષાને લઈને ખતરો ઉભો થશે તો પાકિસ્તાન તેનો ઉપયોગ કરી શકે છે. આ ઈંટરવ્યું 26 સપ્ટેમ્બરના પ્રસિધ્ધ થયું હતું. 18 સપ્ટેમ્બરના ઉરી આતંકી હુમલા પહેલા પણ 17 સપ્ટેમ્બરના રોજ પણ આસિફ જીયો ટીવી પર આ પ્રકારની ટીપ્પણી કરી ચુક્યા છે. ભારતે પાકિસ્તાની ઉચ્ચાયુક્તને અબ્દુલ બાસિતે ઉરી હુમલો કરાવનારા આતંકવાદીઓના પાકિસ્તાન અધિકૃત ક્શમીરમાં હોવાના પુરાવા પણ રજુ કર્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -