સાઉથ કેરોલિનાઃ અમેરિકાના સાઉથ કેરોલિનાની એક પ્રાથમિક સ્કૂલમાં બુધવારે થયેલ ગોળીબારીમાં ત્રણ લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ એક શકમંદ યુવકની ધરપકડ કરવામાં આવી છે.
સ્થાનિક ચેનલ ડબલ્યૂવાઈએફએફને એક અધિકારીએ જણાવ્યું કે, ટાઉનવિલે પ્રાથમિક સ્કૂલમાં થયેલ ગોળીબારીમાં ઘાયલ થયેલ લોકોમાં બે બાળકો અને એક શિક્ષક છે.
અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોની સ્થિતિ વિશે હાલમાં જોઈ જાણકારી નથી. પોલિસ અનુસાર બુધવારે બપોરે ટાઉનવિલી સ્કૂલમાં ગોળીબારી શરૂ થઈ. ઘયાલોમાં બે શિક્ષકને એમ્બ્યુલન્સ દ્વારા અને બે ઘાયલ બાળકોને હેલીકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અમેરિકામાં સ્કૂલમાં ગોળીબારીની આ પ્રથમ ઘટના નથી. અત્યાર સુધી આ પ્રકારની ઘટનામાં ડઝનો જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2012માં એક વ્યક્તિએ સ્કૂલમાં આવી જ રીતે ગોળીબારી કરીને 20 બાળકોની હત્યા કરી હતી. જ્યારે વર્ષ 2007માં એક ગનમેને યૂનિવર્સિટીમાં ગોળીબારી કરીને 32 લોકોને ઠાર માર્યા હતા.