નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાયરસ સામે લડવા માટે રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર-પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીરમાં સૈન્ય તૈનાત કરી છે.


પીઓકેના ગિલગિટ ક્ષેત્રમાં 26 વર્ષીય એક ડોક્ટરનું કોરોનાના કારણે મોત થયું  હતું. દેશમાં આ વાયરસના કારણએ ડોક્ટરનું મોત થયાની પ્રથમ ઘટના છે. અધિકારીઓ સોમવારે આ જાણકારી આપી. ઉસામા રિયાઝ હાલમાં ઇરાન અને ઇરાકથી પાછા ફરેલા મુસાફરોની સારવાર કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 800 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે.