નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આજે વડાપ્રધાન ઇમરાન ખાન માટે એક મહત્વનો દિવસ છે, આજે પાકિસ્તાની સંસદમાં ચાલુ સરકાર ઇમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવવાનો છે, વૉટિંગ પહેલા સરકાર બચાવવા ઇમરાન ખાન અને તેના પાર્ટીના સભ્યો કામે લાગી ગયા છે, પરંતુ વિપક્ષનો મત છે કે, ઇમરાન ખાનની સરકાર વિશ્વાસનો મત નહીં મેળવી શકે અને પડી જશે. પરંતુ આ બધાની વચ્ચે ઇમરાન ખાનની ત્રીજી પત્નિ બેગમ બુશરાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. 


પાકિસ્તાનમાં ઇમરાન ખાની સરકાર બચાવવા માટે બેગમ બુશરાએ ઘરમાં જીવતા મરઘા સળગાવીને કાળા જાદુની વિધી કરી હતી, આ અંગે ખુદ વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે. પાકિસ્તાનમાં એવી પણ ચર્ચા છે કે બુશરા પાસે બે જીન્ન છે, જેમના દમ પર તે સરકાર બચાવી રહી છે. 


ડગમગી રહેલી ઇમરાનની ખુરશીને લઇને હવે વિપક્ષી નેતા શહબાજ શરીફે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે બુશરા કાળો જાદુ કરે છે અને એ માટે જ ઈમરાનના ઘરમાં ઘણાબધા ટન માંસ રાંધવામાં આવી રહ્યું છે. ઈમરાન સાથે નિકાહ પછી જ પોતાના રહસ્યમય વ્યક્તિત્વને કારણે બુશરા ચર્ચામાં રહી છે.  


બેગમ બુશરા છે પિન્કી પીરની - 
બુશરા પણ સૂફી સ્વભાવથી જાણીતી હતી અને તેથી તેને ઘણા લોકો આધ્યાત્મિક ગુરુ અથવા પિંકી પીરની (પવિત્ર મહિલા) પણ કહે છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, બુશરા સૂફીવાદ સાથે જોડાયેલી હોવાથી જ ઈમરાન તેમનાથી આકર્ષિત થયા હતા. બુશરા બાબા ફરીદ દરગાહ પર આવનારા લોકો માટે એક પ્રમુખ આધ્યાત્મિક ગુરુ જેવી હતી, તેથી ઈમરાન પણ મુશ્કેલીના સમયમાં બુશરા પાસેથી આધ્યાત્મિક સલાહ લેતા હતા.


પાકિસ્તાનમાં ઇમરાનની પાર્ટીની શું છે સ્થિતિ - 
સોમવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. હવે 7 દિવસની અંદર વોટિંગ કરવામાં આવશે, જેમાં ઈમરાન ખાને બહુમતી સાબિત કરવી પડશે. 372 સભ્યવાળી નેશનલ એસેમ્બ્લીમાં ઈમરાનની પાર્ટી PTIના 155 સભ્ય છે. જ્યારે બહુમતી માટે 172 સાંસદની જરૂર છે, એટલે ઈમરાન સરકારની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.


 


આ પણ વાંચો......... 


Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ


ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન