Pakistan Economic Crisis: પાકિસ્તાન હવે ધીમે ધીમે આર્થિક રીતે બરબાદ થવા તરફ આગળ વધી રહ્યું છે. દુનિયા આખીની નજર પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર છે. હવે પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માણસને શાહબાઝ શરીફ સરકારે કોસનો ડામ આપ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક જ ઝાટકે રૂપિયા 35નો પ્રતિ લીટરે વધારો કર્યો છે. આ સાથે કેરોસીનના ભાવમાં પણ આકરો વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે આજે પેટ્રોલિયમ ઉત્પાદનોની નવી કિંમતોની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે આ આ ભાવ વધારાથી પાકિસ્તાનમાં મોંઘવારી રોકેટ ગતિએ વધશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પતનની આરે છે. સામાન્ય લોકોને રોજીંદી જરૂરી ચીજવસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી છે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે આજે રવિવારે 29 જાન્યુઆરીથી ડોલર સામે પાકિસ્તાની ચલણ નબળુ પડવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
ડોલર સામે રૂપિયામાં ભારે ઘટાડો
નાણાપ્રધાન ઈશાક ડારે પણ તેમના ટેલિવિઝન સંબોધનમાં જાહેરાત કરી હતી કે કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં 18-18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બિનસત્તાવાર મર્યાદા દૂર કર્યા બાદ ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યા બાદ આ વધારો થયો છે. પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, સરકાર કિંમતોમાં 80 રૂપિયાથી વધુનો વધારો કરી શકે છે.
પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના નવા ભાવ
હાઇ સ્પીડ ડીઝલ - રૂ. 262.80 પ્રતિ લિટર
એમએસ પેટ્રોલ - 249.80 રૂપિયા પ્રતિ લીટર
કેરોસીન - રૂ. 189.83 પ્રતિ લીટર
લાઇટ ડીઝલ તેલ - 187 રૂપિયા પ્રતિ લીટર
પાકિસ્તાનના નાણામંત્રીએ માહિતી આપી હતી કે, OGRA (ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી) એ વડાપ્રધાન શહબાઝ શરીફની સરકારને અસ્થાયી સંગ્રહખોરી અને પેટ્રોલની અછત અંગેની અટકળોને રોકવા માટે તાત્કાલિક ધોરણે નવા દરો લાગુ કરવા વિનંતી કરી હતી.
Indus Water Treaty : પાકિસ્તાનને તરસ્યું મારવાનો મોદી સરકારનો પ્લાન, કાર્યવાહી શરૂ
ભારતે અવળચંડા પાકિસ્તાનને બરાબરનું ભિંસમાં લીધું છે. ભારતે હવે સિંધુ જળ સંધિ 1960માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. 62 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતે સિંધુ જળ સંધિમાં સુધારાની માંગ કરી છે. પાકિસ્તાનને જારી કરાયેલી નોટિસ એટલા માટે પણ મહત્વની છે કારણ કે, ભારતના ઘણા નિષ્ણાતો સમયાંતરે આ સમજૂતીને રદ કરવાની માંગ કરી રહ્યા છે. ભારત અગાઉ પાકિસ્તાનને અગાઉ સિંધુ નદીનું પાણી રોકવાની ચેતવણી પણ આપી ચુક્યું છે.
ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા બાદ ભારતના તત્કાલીન પરિવહન અને જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, ભારત પાકિસ્તાનમાં વહેતા પાણીના તેના ભાગને રોકી શકે છે. સિંધુ જળ સંધિને રદ કરવી અથવા ભારત તરફથી પાણીનો માર્ગ વાળવો એ નદીના પાણી પર નિર્ભર પાકિસ્તાનના કરોડો લોકો માટે સંકટ સર્જી શકે છે.