પેશાવરઃ કોરોના મહામારી વચ્ચે નવા વર્ષનો જશ્ન લોકોએ પોત પોતાની રીતે મનાવ્યો હતો. કોઇએ દિવા પ્રગટાવ્યા, કોઈએ કેક કાપી તો કોઈએ ડાંસ કરીને નવા વર્ષનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન પાકિસ્તાનના પેશાવરમાં રહેતા એક વ્યક્તિને નવા વર્ષનું સેલિબ્રેશન મોંઘું પડ્યું હતું અને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

પેશાવરનો એક વ્યક્તિ વૂલ્ફ માસ્ક પહેરીને લોકો અને બાળકોને ડરાવી રહ્યો હતો. ગલીમાંથી આવતાં લોકો સાથે આ હરકત કરતો હતો. પરંતુ લોકોને તેના સેલિબ્રેશનનો અંદાજ પસંદ ન પડ્યો અને પોલીસને ફરિયાદ કરી દીધી હતી. જે બાદ થોડીવારમાં પોલીસ આવી હતી અને ધરપકડ કરીને લઈ ગઈ હતી. તેના પર હવે કાનૂની કાર્યવાહી પણ થશે.



આઈએફએસ ઓફિસર પ્રવીણ કાસવાને આ પોસ્ટ શેર કરી છે. જેના કેપ્શનમાં લખ્યું છે- આ માસ્ક કોવિડથી બચાવી શખે છે. આ પોસ્ટને ગઇકાલે શેર કરવામાં આવી હતી અને હજારો લોકો જોઈને લાઇક કરી ચુક્યા છે.

દર સપ્તાહે નક્કી થશે LPG સિલિન્ડરના ભાવ ? સરકારે શું કહ્યું.....

લુણાવાડામાં મોડી રાત્રે સરકારી-ખાનગી વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, મામલતદાર અને ડ્રાઇવરનું મોત