નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ માટે પાકિસ્તાન કૉન્સ્યુલર એક્સેસ આપશે. જુલાઈમાં હેગ સ્થિત આઈસીજેએ પાકિસ્તાનને ભારતને કોઈપણ રોક વગર જાધવ સુધી કોન્સ્યુલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ વિભાગે કોન્સ્યુલર એક્સેસ આપવાની વાત કહી છે.


પાકિસ્તાને કહ્યું, કુલભૂષણ જાધવ માટે સોમવારે કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવશે. આ વિયના કન્વેન્શન, આઈસીજેના નિર્ણય અને પાકિસ્તાનના કાયદા અનુસાર આપવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ કયા કયા પડશે ભારે વરસાદ ? જાણો

અમિત શાહના કૉંગ્રેસ પર પ્રહાર, કહ્યું- '370 મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર પાકિસ્તાન સંસદમાં થાય છે વખાણ'

આ પહેલા પાકિસ્તાન સરકારે આઇસીજેના નિર્ણયના 11 દિવસ બાદ કુલભૂષણ જાધવને શરતો સાથે કોન્સ્યુલર એક્સેસ આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે ઇન્ટરનેશનલ કોર્ટના આદેશાનુસાર અમે જાધવ માટે રોકટોક વિના તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ માગીએ છીએ. તેના માટે પાકિસ્તાનના જવાબની રાહ જોવાઇ રહી છે.

કુલભૂષણ જાધવને પાકિસ્તાનની એક સેન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં ફાંસીની સજા સંભળાવી હતી. તેના બાદ ભારતે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટને સજા પર રોક લગાવવાની માંગ કરી હતી.