Shahbaz Sharif Video: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને ગોળી વાગી હતી પરંતુ તેમનું પોસ્ટમોર્ટમ કેમ ના થયું. આ વીડિયો સામે આવ્યા બાદ તે વિરોધીઓના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર લોકો શાહબાઝ શરીફના વિશે અલગ-અલગ રીતે વાત કરી રહ્યા છે.


આ વીડિયો પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની એક પ્રેસ કોન્ફરન્સનો છે. તેમણે આ પ્રેસ કોન્ફરન્સ ઈમરાન ખાન પર થયેલા જીવલેણ હુમલા બાદ કરી હતી. આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી અને તે ખરાબ રીતે ઘાયલ થયો હતા. ઈમરાન ખાન પરના આ હુમલાને લઈને વિવિધ પ્રકારની નિવેદનબાજી થઈ હતી. પહેલાં એવું કહેવામાં આવ્યું કે, તેને પગમાં ગોળી વાગી હતી, પછી કહેવામાં આવ્યું કે, ઈમરાન ખાનના પગમાં ચાર ગોળીઓ વાગી હતી, પછી કહેવામાં આવ્યું કે તેના પગમાં ગોળી વાગી હતી. મીડિયાએ આવી બાબતો પર શાહબાઝ શરીફને સવાલ કર્યા હતા.


શું કહ્યું શાહબાઝ શરીફે?


જ્યારે શાહબાઝ શરીફને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપતાં કહ્યું કે, પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની સરકાર છે તો હજુ સુધી આ ઘટનાની તપાસ કેમ નથી થઈ. શાહબાઝે કહ્યું, "પંજાબ સરકારને પૂછવું જોઈએ. આઈજી તેમના છે. તેમના ગૃહ સચિવ છે. તેમને કહો કે હજુ સુધી પોસ્ટમોર્ટમ કેમ નથી થયું? તેમને કેટલી 4 ગોળીઓ, 16 ગોળીઓ કેટલી ગોળીઓ વાગી છે તે જનતાને જણાવે."


અહીં જણાવી દઈએ કે, વ્યક્તિના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. જેથી મોતનું કારણ શું છે તે જાણી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહબાઝ શરીફ ઈમરાન કેસની તપાસ અંગે વાત કરવા માંગતા હતા પરંતુ તેમની જીભ લપસી ગઈ અને તેમણે પોસ્ટમોર્ટમ શબ્દનો ઉપયોગ કર્યો. આ વીડિયો સામે આવ્યા બાદ શાહબાઝ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.