પાકિસ્તાનમાં બુધવારે કેટલાક સ્થાનિક મૌલવીઓ અને જમીયત ઉલેમા-ઇ- ઇસ્લામ પાર્ટીના સમર્થકોના આગેવાનોની ભીડ દ્વારા એક સંતની સમાધિને તોડી પડાઇ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ હિન્દુ સંતની સમાધિને ફરી બનાવવાના આદેશ આપ્યા છે. તેમજ સમાધિ તોડનાર ગેંગ પાસેથી તમામ સમાધિનો ખર્ચ વસૂલવાનો આદેશ કર્યો છે. આટલું જ નહીં પાકિસ્તાન કોર્ટ બે અઠવાડિયાની અંદર જ સમાધિનું પુન:નિર્માણ કરવાનો પણ આદેશ આપ્યો છે.
તાજેતરમાં જ પાકિસ્તાનમાં ખૈબર પૂખ્તનખ્વાહ પ્રાંતમાં હિન્દુ સંત પરમહંસ જી મહારાજની સમાધિને મૌલવીઓ અને જમીયત ઉલેમા-ઇ- ઇસ્લામ પાર્ટીના સમર્થકો દ્વારા તોડી પડાઇ હતી. સુપ્રીમ કોર્ટે આ મામેલ સુનાવણી કરતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદની અધ્યક્ષતામાં ત્રણ સદસ્યની બેંચે મામલાની સુનાવણી કરી હતી.

આ ઘટનામાં 100થી વધુ વ્યક્તિની ધરપકડ થઇ ચૂકી છે. પાકિસ્તાનના ખૈબર પૂખ્તૂનખાના ટેરી ગામમાં કેટલાક લોકોએ સમાધિના વિસ્તાર મુદ્દે વિરોધ કર્યો હતો. બુધવારે આક્રમક ટોળાએ સમાધિના વિસ્તારના વિરોધ કરતા મોટાપાયે સમાધિ અને તેના પરિસરમા તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. આ ઘટનાના પગલે થયેલી 350થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

આ મંદિર એક ધાર્મિક નેતાની સમાધિ હતી. આ સમાધિ પ્રાચીન હોવાથી તેના જીર્ણાદ્ધાર માટે હિન્દુ સમુદાયે અનુમતિ માંગી હતી. જો કે સમાધિના વિસ્તાર અને જીર્ણાદ્ધારનો વિરોધ કરતા મૌલવીઓ અને જમીયત ઉલેમા-ઇ- ઇસ્લામ પાર્ટીના સમર્થકોએ સમાધિમાં તોડફોડ કરી હતી.

ભારતે ઘટનાની કરી નિંદા

પાકિસ્તાનમાં હિન્દુ સંતની સમાધિને તોડી પડાતા આ ઘટનાનો ભારતે પણ વિરોધ નોંધાવ્યો છે. આ ધટનામાં દોષી સામે કડક કાર્યવાહીની ભારતે માંગણી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ ન્યાયિક માધ્યમથી પાકિસ્તાન સમક્ષ વિરોધ નોંધવામાં આવ્યો હતો.
હિન્દુઓ માટે પવિત્ર ધામ

પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના ચેરમેન રમેશ કુમારે કોર્ટમાં જણાવ્યું હતું કે, અહીં સેંકડો હિન્દુ દર વર્ષે અહીં સમાધિ પર આવે છે. 1997માં મૌલવી શરીફે આ સમાધિને તોડી પાડી હતી. આ સમયે હિન્દુ તેમના પૈસાથી અહીં મંદિર બનાવવા ઇચ્છતા હતા પરંતુ બોર્ડે ઇન્કાર કર્યો હતો. અલ્પસંખ્યક આયોગ શોએબ શુદલે ફરિયાદ કરી છે કે, પ્રોપર્ટી બોર્ડે તેને બચાવવા માટે જે કરવું જોઇતું હતું નથી કર્યું. તેમણે જણાવ્યું કે, આ સ્થાન હિન્દુ માટે એટલું પવિત્ર છે જેટલું શીખો માટે કરતારપુર. આ ઘટનાથી ફરી એકવાર પાકિસ્તાનની બેઇજ્જતી થઇ છે.