નવી દિલ્હીઃ  કોરોના વાયરસને મ્હાત આપવા ફાઇઝરની રસી લીધા બાદ પોર્ટુગલમાં એક મહિલાનું મોત થયું હતુ. 41 વર્ષીય મહિલા સ્વાસ્થ્ય કર્મચારી હતી. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, મૃતકનું નામ સોનિયા અસેવેદો છે. રસી લીધાના 48 કલાક બાદ ઘરે જ અચાનક તેનું મોત થયું હતું.


પોર્ટુગીઝ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજીના પીડિયાટ્રિક્સ વિભાગમાં કામ કરતી અને બે બાળકોની માતામાં રસી લીધા બાદ કોઇ આડઅસર જોવા મળી નહોતી. તેના પિતા અબિલિયો અસેવેદોએ પોર્ટુગીઝ દૈનિકને કહ્યું, તે ઠીક હતી અને સ્વાસ્થ્યની કોઇ સમસ્યા નહોતી. તેનામાં કોરોનાના કોઇ લક્ષણ પણ નહોતા. તેનું મોત કેવી રીતે થયું તે હું જાણવા માંગુ છું.

પોર્ટુગલની હોસ્પિટલે પુષ્ટિ કરી કે, 30 ડિસેમ્બરે સોનિયાએ વેક્સિન લીધી હતી. જે બાદ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની આડઅસરની જાણકારી અપાઈ નહોતી. વેક્સિન લીધા બાદ સોનિયાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું હતું, કોવિડ-19નું રસીકરણ થઈ ગયું.

સોનિયા ફાઇજરની કોરોના વેક્સિન લેનાર 538 પોર્ટો આઈપીઓ કર્મચારીઓ પૈકીની એક હતી. તેની પુત્રી વેનિઆએ કહ્યું, વેક્સિન લીધા બાદ માતાએ સામાન્ય દર્દની ફરિયાદ કરી હતી.