Pakistan Terrorist Attack: પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ સુરક્ષા અધિકારીઓને આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શનિવારે (15 એપ્રિલ) ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના જારમિલાન વિસ્તારમાં સુરક્ષા અધિકારીઓ સાથેની અથડામણમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા.


સેનાની મીડિયા અફેર્સ વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ જણાવ્યું કે આ ઘટનામાં બે સુરક્ષા અધિકારીઓ પણ માર્યા ગયા. ISPR અનુસારકુર્રમ જિલ્લાના પારાચિનારના રહેવાસી 25 વર્ષીય લાન્સ નાઈક શોએબ અલી અને લક્કી મારવત જિલ્લાના રહેવાસી 22 વર્ષીય સિપાહી રફી ઉલ્લાહ શહીદ થયા છે.


'આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે' - ISPR


પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ISPRએ પોતાની પ્રેસ રિલીઝમાં કહ્યું કે આતંકવાદીઓ સુરક્ષાકર્મીઓ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય છે. આવા લોકો નિર્દોષ લોકોની હત્યા કરે છે. એન્કાઉન્ટર બાદ આતંકીઓની બંદૂકો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. ડોનના અહેવાલ મુજબમંગળવારે (11 એપ્રિલ) કેપીના બાજૌર જિલ્લાના લોસુમ વિસ્તારમાં એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા જવાનો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ સિવાય સોમવારે (10 એપ્રિલ) પણ કેપીના બન્નુ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.


પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા


છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છેકારણ કે આતંકવાદી સંગઠનો વારંવાર દેશભરમાં અનિયંત્રિત હુમલાઓ કરે છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ગયા વર્ષે નવેમ્બરમાં સરકાર સાથેની વાટાઘાટો તૂટ્યા ત્યારથી તેના હુમલામાં વધારો કર્યો છે. આતંકવાદી સંગઠનો મુખ્યત્વે કેપી પોલીસ અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.


Yasmeena : કોન્ડોમ પર પ્રતિબંધ બાદ તાલિબાન રાજમાં કેવી રીતે થતું સેક્સ!! અફઘાની પોર્નસ્ટારનો ખુલાસો


Afghanistan adult star Yasmeena ali: અફઘાનિસ્તાનમાં તાલિબાનને તખ્તા પલટ કર્યા બાદ દુનિયાને દરરોજ એવી વસ્તુઓ જોવા મળે છે જે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તાજેતરમાં જ તાલિબાને અફઘાનિસ્તાનમાં કોન્ડોમ અને જન્મ નિયંત્રણ ગોળીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.તાબિલાને કહ્યું હતું કે, આ મુસ્લિમ સમુદાયની વસ્તી ઘટાડવાનું યુરોપિયન ષડયંત્ર છે, જેના કારણે તેને ચાલુ રાખવાથી મુસ્લિમ વસ્તી ઘટાડવામાં સફળ થવાય. તાલિબાન શાસનના શોષણની કહાણી દરરોજ એક યા બીજા માધ્યમથી દુનિયાની સામે આવતી રહે છે. હવે અફઘાનિસ્તાનની મહિલા કે જે આજે પોર્નસ્ટાર બની ગઈ છે તેણે તાલિબાનોને લઈને અનેક ખુલાસા કર્યા છે.

યાસ્મીનાના ખુલાસાથી દુનિયા હચમચી ઉઠી હતી

અફઘાનિસ્તાનની એકમાત્ર અને પ્રખ્યાત પોર્ન સ્ટાર યાસ્મિના અલીએ તાલિબાન શાસનમાં થતા શોષણ અને મહિલાઓ પ્રત્યેની તેમની વિચારસરણીનો ખુલાસો કર્યો ત્યારે દુનિયા આખી ચોંકી ઉઠી હતી. યાસ્મિના અલીએ ગયા વર્ષે 21 જાન્યુઆરીના રોજ તાલિબાન શાસનના સનસનાટીભર્યા ઘટસ્ફોટમાં કહ્યું હતું કે, ભલે તે તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાનમાં લાંબો સમય ના રહી હોય પરંતુ જેટલા પણ દિવસો તે અફઘાનિસ્તાનમાં વિતાવ્યા તેને નરકનો અહેસાસ કરાવ્યો