Afghanistan adult star Yasmeena ali: અફઘાનિસ્તાનમાં તાલિબાનને તખ્તા પલટ કર્યા બાદ દુનિયાને દરરોજ એવી વસ્તુઓ જોવા મળે છે જે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તાજેતરમાં જ તાલિબાને અફઘાનિસ્તાનમાં કોન્ડોમ અને જન્મ નિયંત્રણ ગોળીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.તાબિલાને કહ્યું હતું કે, આ મુસ્લિમ સમુદાયની વસ્તી ઘટાડવાનું યુરોપિયન ષડયંત્ર છે, જેના કારણે તેને ચાલુ રાખવાથી મુસ્લિમ વસ્તી ઘટાડવામાં સફળ થવાય. તાલિબાન શાસનના શોષણની કહાણી દરરોજ એક યા બીજા માધ્યમથી દુનિયાની સામે આવતી રહે છે. હવે અફઘાનિસ્તાનની મહિલા કે જે આજે પોર્નસ્ટાર બની ગઈ છે તેણે તાલિબાનોને લઈને અનેક ખુલાસા કર્યા છે.



યાસ્મીનાના ખુલાસાથી દુનિયા હચમચી ઉઠી હતી

અફઘાનિસ્તાનની એકમાત્ર અને પ્રખ્યાત પોર્ન સ્ટાર યાસ્મિના અલીએ તાલિબાન શાસનમાં થતા શોષણ અને મહિલાઓ પ્રત્યેની તેમની વિચારસરણીનો ખુલાસો કર્યો ત્યારે દુનિયા આખી ચોંકી ઉઠી હતી. યાસ્મિના અલીએ ગયા વર્ષે 21 જાન્યુઆરીના રોજ તાલિબાન શાસનના સનસનાટીભર્યા ઘટસ્ફોટમાં કહ્યું હતું કે, ભલે તે તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાનમાં લાંબો સમય ના રહી હોય પરંતુ જેટલા પણ દિવસો તે અફઘાનિસ્તાનમાં વિતાવ્યા તેને નરકનો અહેસાસ કરાવ્યો.

તાલિબાન પોતાને મહિલાઓના શરીરનો માલિક ગણે છે

યાસ્મિનાએ બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 1990ના દાયકામાં જ્યારે તાલિબાનોએ પહેલીવાર અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે યાસ્મીના પાસે રહેવા માટે ઘર નહોતું અને તે ઘણી નાની હતી. આ દરમિયાન, તેણે રસ્તાઓ પરથી જોયું કે કેવી રીતે તાલિબાન પોતાને મહિલાઓના શરીરના માલિક સમજે છે અને તેમના પર અત્યાચાર કરે છે. તે ઉંમરે યાસ્મીના પાસે પોતાની જાતને જીવતી રાખવાનો કોઈ વિકલ્પ નહોતો પરંતુ તેમ છતાં તેણે પોતાની જાતને બચાવવાની લડાઈ યથાવત રાખી. અંતે અફઘાનિસ્તાનથી બ્રિટન ભાગી જવામાં સફળ રહી હતી.

યાસ્મિનાએ બ્રિટન આવ્યા બાદ મુસ્લિમ ધર્મ છોડી દીધેલો

યાસ્મિનાએ બ્રિટન આવીને પોતાનો અભ્યાસ કર્યો અને સમય જતાં પોતાને એક મજબૂત મનની મહિલા બનાવી. યાસ્મીના હવે પુરૂષોની વિચારસરણી મુજબ જીવન જીવતી નથી, પરંતુ જીવન પોતાની શરતો પર વિતાવી રહી છે. યાસ્મીનાએ પોર્ન ઈન્ડસ્ટ્રીને કરિયર તરીકે પસંદ કરી અને તે આવતાની સાથે જ તે ઝડપથી અફઘાનિસ્તાનની નંબર 1 પોર્ન સ્ટાર બની ગઈ.

યાસ્મિના પોતાને નારીવાદી માને છે અને પોડકાસ્ટ દરમિયાન તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે, તેણે મુસ્લિમ ધર્મ છોડી દીધો છે. યાસ્મિનાએ કહ્યું હતું કે, તાલિબાન તેના વિશે બધું જ જાણે છે અને તેઓ તેને નફરત કરે છે.

આ કારણે તાલિબાન યાસ્મીનાને કરે છે નફરત

તેણે કહ્યું હતું કે, તાલિબાન મારા વીડિયો જુએ છે અને મને નફરત પણ કરે છે. તેઓ વેબસાઈટ પરથી મારી તમામ માહિતી મેળવતા રહે છે. તેઓ પોતાને મારા શરીરના માલિક માને છે. તેઓ એ વાતને લઈને ગુસ્સે છે કે, દુનિયાને મારું શરીર બતાવવાની મારી હિંમત કેવી રીતે થઈ? હું મારા શરીર સાથે શું કરું છું તે મારો નિર્ણય છે. બીજા કોઈને એ વિચારવાનો અધિકાર નથી કે હું તેને બતાવું કે હું તેની સાથે શું કરું. પરંતુ તાલિબાનોને લાગે છે કે, હું આવું કરું છું માટે હું સાચી અફઘાન નથી.

યાસ્મિનાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને વારંવાર તાલિબાન અને દુષ્ટ વિચારધારા ધરાવતા લોકો તરફથી ધમકીઓ મળે છે, જેમાં તેઓ મારા પર એજન્ટ હોવાનો આરોપ લગાવે છે. તાલિબાન માટે બળાત્કાર જેવી કોઈ વસ્તુ નથી અને તેઓ મહિલાઓ સાથે શારીરિક સંબંધ રાખવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે.

તાલિબાન શાસનમાં મહિલાઓ સાથે આ રીતે થતું હતું સેક્સ

બ્રિટિશ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં યાસ્મીનાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે નાની હતી ત્યારે તેણે તાલિબાન શાસન દરમિયાન કાબુલની એ પરેડને યાદ કરી હતી જેને તેણે જોઈ હતી. પહેલા તેઓ મારતા, પછી સેક્સ માણતા અને પછી ફરીથી માર મારતા. માર્યા બાદ જમીન પર જ એક ટંકનું ભોજન અને પીવા માટે પાણી આપતા. રૂંવાડા ઉભા કરી નાખતા એ સમયને યાદ કરતાં યાસ્મિનાએ કહ્યું હતું કે, તેની અંદર હજી પણ એ યાતનાઓ જીવંત છે અને હજી પણ તેને ઝકઝોરતી રહે છે.

યાસ્મીનાનું માનવું છે કે, તાલિબાન મહિલાઓના શિક્ષિત થવાથી ડરે છે અને તેથી જ તેના તમામ કાયદા પુરુષોના ફાયદા અને મહિલાઓ વિરુદ્ધ અને પોતાની અય્યાશી માટેના હોય છે. તાલિબાનની આખી વિચારધારા મહિલાઓને નિયંત્રિત કરવાની છે.