ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો અનુસાર શુક્રવારે આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઉદઘાટન સમારોહના દિવસે શ્રદ્ધાળુઓ માટે મફત યાત્રાની જાહેરાત કરી હતી. આ પહેલા ઇમરાને કરતારપુર માટે પાસપોર્ટ પણ ફરજિયાત નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સેનાએ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં પ્રવેશ કરવા માટે પાસપોર્ટને ફરજીયાત કરવાની જાહેરાત કરી હતી.
ઉલ્લ્ખનીય છે કે, ગુરુ નાનકજીનો 550મો જન્મોત્સવ સમારોહ યોજાઈ રહ્યો છે. શીખ ધર્મના સંસ્થાપર ગુરુ નાનક દેવે પાકિસ્તાનના કરતારપુરમાં રાવી નદી કિનારે સ્થિત દરબાર સાહિબ ગુરુદ્વારામાં પોતાના જીવનના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.